કૃષિ:ખેતરોમાં શાકભાજીના વેલા તૂટી ગયા, કપાસના ફૂલ ખરી પડ્યાં

નડિયાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાતાવરણમાં થતાં બદલાવ અને વાવાઝોડાએ ખેડૂતોને રડાવ્યાં

છેલ્લા બે દિવસમાં જિલ્લાના વાતાવરણમાં આવેલ પલટાને કારણે સૌથી વધુ નુકસાન ખેડુત અને ખેતીને થયું છે. સાંજના સમયે કાળા ડિબાંગ વાદળોના ઘેરાવા વચ્ચે વાવાઝોડા સાથે વરસાદ શરૂ થયો હતો. શહેરમાં તો પતરા અને ધુળ ઉડયા હતા, પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં વાવાઝોડું ખેડૂતોની મહેનત પર ફરી વળ્યું હતું. ડભાણ ગામના ખેડૂત આકાશ પટેલે જણાવ્યું હતું કે વાવાઝોડાને કારણે ડાંગરનો પાક જમીનદોસ્ત થઈ ગયો હતો. જ્યારે કપાસ પર આવેલા ફુલ પડી ગયા હતા. શાકભાજીમાં દુધીના વેલા તુટી ગયા હતા.

જેના કારણે કપરી મહેનત, મોંઘી દવા અને બિયારણોના છંટકાવ બાદ પણ હવે ઉતારા પર અસર વર્તાશે. હજુ ચાર દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, ત્યારે ખેડૂતો બાકીનો પાક બચી જાય તે માટે પ્રયાસોમાં જોતરાઈ ગયા છે. ખેડૂતોની માંગ છેકે વાવાઝોડાને કારણે થયેલ નુકસાનીનો સર્વે કરવામાં આવે અને સરકાર દ્વારા સહાય ચુકવવામાં આવે તો આર્થીક નુકસાનીમાં સહાય મળી શકે છે.નડિયાદ, કપડવંજના ગ્રામ્ય વિસ્તારોમાં વધુ નુકસાન થતાં સર્વે માટે ખેડૂતોઅે માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...