આત્મહત્યા:વસો એગ્રીકલ્ચર કોલેજમાં ભણતી વિદ્યાર્થીનિએ હોસ્ટેલમાં ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

નડિયાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વસો પોલીસે અપમૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી

ખેડા જિલ્લાના વસો પંથકમાં આવેલી એગ્રીકલ્ચર કોલેજમાં અભ્યાસ કરતી અને હોસ્ટેલમાં રહેતી બાયડ તાલુકાની યુવતીએ કોઈ અગમ્ય કારણોસર હોસ્ટેલના રૂમમા ગળાફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો છે. આ સમગ્ર મામલે વસો પોલીસે અપમૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બાયડ તાલુકાના જંત્રાલ કમ્પા ગામે રહેતી 21 વર્ષિય મેઘા વસંતભાઇ પટેલ ખેડા જિલ્લાના વસો-પીજ રોડ ઉપર આવેલી કોલેજ ઓફ એગ્રીકલ્ચરમા છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહી હતી. મેઘા પોતે અહીંયા હોસ્ટેલમાં રહી પોતાનો અભ્યાસ કરી રહી હતી. અહીંયા આવેલી હોસ્ટેલમાં ગતરોજ સાંજના કોઈ પણ સમય પહેલા તેણીએ કોઈ અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો હતો.

હોસ્ટેલના રૂમમાં બારીના ઉપરની સાઈડ દુપટ્ટો ભેરવી મેઘાએ ગળાફાંસો ખાઈ લીધો હતો. આ ઘટનાની જાણ વસો પોલીસને કરવામાં આવતા વસો પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી વધુ સીઆરપીસી 174 મુજબ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ હાલ સુધી આ યુવતીએ કયા કારણોસર આપઘાત કર્યો તે જાણી શકાયું નથી અને કોઈ સ્યૂસાઈડ નોટ પણ મળી નથી તેમ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...