સન્માન:ખેડા જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયાના જન્મદિવસ નિમિત્તે વિવિધ સામાજિક સંસ્થાઓએ સન્માન કર્યું

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ખેડા જિલ્લામાં જિલ્લા પોલીસ વડા તરીકે રાજેશ ગઢીયાએ જ્યારથી ચાર્જ સંભાળ્યો છે, ત્યારથી ક્રાઈમનો રેસીયો ઘટ્યો છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની ઉત્તમ કામગીરી કરનાર જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયાનો આજે જન્મદિવસ નિમિત્તે નડિયાદ શહેરની વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા તેમનું ખાસ સન્માન કરવામાં આવ્યું છે.

પોલીસ વડાને જન્મદિવસની શુભકામનાઓ પાઠવાઇ
નડિયાદમા આવેલા જિલ્લા પોલીસ વડાની કચેરીએ વિવિધ સંસ્થાઓના આગેવાનો પહોંચી જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયાને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે નડિયાદ અસ્મિતા અભિવાદન સમિતિના ગૌતમભાઈ બ્રહ્મભટ્ટ, જય માનવ સેવા પરિવારના મનુભાઈ મહારાજ, પશ્ચિમ નાગરિક સમિતિના નરેન્દ્ર નકુમ, ભૂદેવ પરિવારના ભરતભાઈ પંડ્યા, અંધજન મંડળના ભાસ્કરભાઈ પટેલ, મુસ્લિમ ફાઉન્ડેશનના ઈકબાલ મેમણ, નડિયાદ કાઉન્સિલના મનુભાઈ રાઠોડ, કાછિયા પટેલ પંચના ઘનશ્યામભાઈ કા.પટેલ, રૂણ કન્યા છાત્રાલય હરીભાઇ પટેલ, જાણીતા પ્રેસ ફોટોગ્રાફર રાજુ મહંત, પત્રકાર ટીનાભાઈ પારેખ, ભારત વિકાસ પરિષદના અમીતભાઈ સોની, ગાયત્રી પરિવારના કાંતિભાઈ શર્મા, આર્ય સમાજ નડિયાદના દિનેશભાઇ આર્ય, અનુપભાઈ પટેલ, સામાજિક કાર્યકર કાંતિભાઈ મોજીદ્રા, અરવિંદભાઈ કા.પટેલ સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. આ તમામ સિનિયર સિટીઝનોએ આ તબક્કે ખાસ પ્રાર્થના કરી હતી.

અન્ય સમાચારો પણ છે...