મહાવિદ્યાલય ખુલ્લી મૂકાશે:વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ગુરૂપૂર્ણિમાના દિવસે 7 કરોડના ખર્ચે તૈયાર થયેલી સંસ્કૃત પાઠશાળાનું ઉદ્ઘાટન થશે

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આચાર્ય રાકેશપ્રસાદ મહારાજ તથા અગ્રણીય સંતો ઉપસ્થિત રહેશે

સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલ ખાતે તા.13મીને બુધવારના રોજ ગુરૂપૂર્ણિમાની ઉજવણી ખુબજ ધામધુમપૂર્વક ઉજવાનાર છે. આ મહોત્સવ અંતર્ગત રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર થયેલા નવનિર્મિત નૂતન લક્ષ્મીનારાયણ દેવ સંસ્કૃત મહાવિદ્યાલયનું આચાર્ય રાકેશપ્રસાદ મહારાજ તથા વરિષ્ઠ સંતોને વરદ્ હસ્તે મંગલ ઉદ્ઘાટન થનાર છે.

7:45 કલાકે સભામંડપમાં કિર્તન-ભક્તિ કાર્યક્રમનો આરંભ
વડતાલ મંદિરના કોઠારી ડૉ.સંતવલ્લભદાસ સ્વામીએ જણાવ્યું હતું કે, પુનમના દિવસે સવારે 5:15 કલાકે મંગળા આરતી તથા 7 વાગે શણગાર આરતી થશે. 7:15 કલાકે આચાર્ય મહારાજના હસ્તે હરિકૃષ્ણ મહારાજનું પૂજન થશે. 7:45 કલાકે સભામંડપમાં કિર્તન-ભક્તિ કાર્યક્રમનો આરંભ થશે. ગુરૂપૂર્ણિમા પ્રસંગે શાસ્રી સ્વામી સત્સંગભૂષણદાસ (કણભા-આણંદ) ના વક્તાપદે કથાનું આયોજન કરવામાં આવેલ છે.

વડતાલ બોર્ડ દ્વારા આચાર્ય મહારાજનું અગ્રપૂજન અને આરતી થશે
સવારે 8:30 કલાકે આચાર્ય મહારાજતથા વડીલ સંતો ધ્વારા નૂતન સંસ્કૃત પાઠશાળાનું અનાવરણ કરાશે. યજ્ઞમાં શ્રીફળબીડું હોમી પૂર્ણાહુતિ થશે. આચાર્ય મહારાજ તથા સંતો નૂતન સંસ્કૃત પાઠશાળાની મુલાકાત લઈ 9:15 કલાકે સભામંડપમાં પધારશે. 9:20 વાગે કથા પૂર્ણાહુતિ થશે. વડતાલ બોર્ડ ધ્વારા આચાર્ય મહારાજનું અગ્રપૂજન અને આરતી થશે. ગઢડા તથા જુનાગઢ બોર્ડ દ્વારા પણ મહારાજનું પૂજન થશે. આ પ્રસંગે વિધ્વાન સંતો ધ્વારા ઉદ્બોધન બાદ આચાર્ય મહારાજ આશીર્વચન પાઠવશે.

અન્ય સમાચારો પણ છે...