• Gujarati News
  • Local
  • Gujarat
  • Kheda
  • Nadiad
  • Vadtal Swaminarayan Mandir Will Celebrate A Magnificent Color Festival On Tuesday 7th Phagani Poonam In The Presence Of Thousands Of Devotees And Saints.

ધામધૂમથી રંગોત્સવની ઉજવણી થશે:વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં 7મી ને મંગળવારે ફાગણી પૂનમે હજારો હરિભકતો, સંતોની હાજરીમાં ભવ્યાતિભવ્ય રંગોત્સવ ઉજવાશે

નડિયાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલ ખાતે આગામી 7મી માર્ચને મંગળવારનાં રોજ વડતાલ મંદિરના પટાંગણમાં આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ તથા સંતો હરિભક્તો સાથે ભવ્યાતિભવ્ય રંગોત્સવ ઉજવાશે.‌ભગવાન શ્રીહિર જ્ઞાનબાગમાં નંદસંતો તથા લાખો હરિભક્તો સાથે ફુલદોલોત્સવ રંગોત્સવની ઉજવણી કરી હતી.

વડતાલના ઐતિહાસિક સભામંડપમાં રંગોત્સવ કથાનું આયોજન
વડતાલ મંદિરના કોઠારી ડો.સંત સ્વામીએ જણાવ્યું હતું કે 7મી ને મંગળવારના રોજ વડતાલધામમાં ફાગણી પુનમે નિજમંદિરમાં દેવોને ખજૂર, ધાણી, ચણા અને ખાંડના હાડાનો અન્નકૂટ ભરાશે. જેના દર્શન સવારે 10:30 થી સાંજના 6 વાગ્યા સુધી ભક્તોને થશે. સુરત રામપુરા સ્વામિનારાયણ મંદિરના કોઠારી પી.પી.સ્વામી વડતાલના ઐતિહાસિક સભામંડપમાં રંગોત્સવ કથાનું રસપાન કરાવશે. જેનો સમય સવારે 7:30 થી 11:30 સુધીનો રાખવામાં આવેલ છે.

વડતાલ સહિત સંપ્રદાયના નાના-મોટા મંદિરોમાં તે ધામધૂમથી ઉજવાય છે
આ પ્રસંગે આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ ઉપસ્થિત રહી હરિભક્તોને ફાગણી પુનમે રંગભીના આર્શીવાદ પાઠવશે. આ રંગોત્સવમાં ૫.પૂ.આચાર્ય મહારાજના આર્શીવાદ સાથે સમગ્ર ટ્રસ્ટી મંડળ વતી ચેરમેન દેવપ્રકાશ સ્વામી તથા મુખ્ય કોઠારી ર્ડા.સંતવલ્લભદાસજી અને શ્યામવલ્લભ સ્વામી ધ્વારા મંદિરના પટાંગણમાં રંગોત્સવનું ભવ્યાતિભવ્ય અનેક સ્થળે રંગોત્સવ મનાવ્યો હતો. પણ વડતાલનો ફુલદોલ ઉત્સવ સંપ્રદાયના શિરમોર સ્મૃતિરૂપ બની ગયો છે. વડતાલ સહિત સંપ્રદાયના નાના-મોટા મંદિરોમાં તે ધામધૂમથી ઉજવાય છે.

અન્ય સમાચારો પણ છે...