શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા કડકતી ઠંડીમાં ફૂટપાથ પર રાતવાસો કરતાં દરિદ્ર નારાયણોને દર વર્ષની જેમ આ વર્ષે પણ આણંદ, વિદ્યાનગર, બાકરોલ, પેટલાદના રેલ્વે સ્ટેશન, બસ સ્ટેન્ડ તથા જાહેર રોડ પર સૂતેલા લોકોને સંતો દ્વારા ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતું.
વડતાલ સંસ્થા દ્વારા અવિરત સેવાકીય પ્રવૃત્તિ ચાલે છે વડતાલ મંદિરના કોઠારી ડૉ.સંત વલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે ભગવાન શ્રી સ્વામિનારાયણે સર્વ જીવ હિતાવહનો સંદેશ આપ્યો છે. વડતાલ સંસ્થા દ્વારા અવિરત સેવાકીય પ્રવૃત્તિ ચાલે છે. જેમાં ઉનાળામાં ચપ્પલ વિતરણ, કુદરતી આપત્તિમાં ભોજન, તેમજ જરૂરિયાતની વસ્તુઓની વિતરણ તેમજ વડતાલમાં આવેલ શ્રી સ્વામિનારાયણ નિ:શુલ્ક હોસ્પિટલ કે જેમાં કેશ કાઉન્ટર જ નથી. અહીંયા સારવાર લેતા દર્દી સાથે તેમના સંબંધીને પણ નિ:શુલ્ક રહેવા તથા જમવાની સુવિધા અપાય છે.
દરિદ્ર નારાયણોને સંતો દ્વારા ધાબળા ઓઢાડવામાં આવ્યાં વડતાલ પિઠાધિપતિ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદ સાથે તથા વડતાલ સંસ્થાના ચેરમેન પ્રકાશ સ્વામીની પ્રેરણાથી ચાલુ વર્ષ હાલતમાં કડકડતી ઠંડીમાં મકાન વિહોણા દરિદ્ર નારાયણો જે રેલવે કે બસ સ્ટેન્ડના પર રાતવાસો ગુજારે છે. તેવા લોકો માટે આણંદના અને હાલ યુએસએ રહેતા વિઠ્ઠલભાઈ શીવાભાઈ પટેલ દ્વારા ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતું. 10મી જાન્યુઆરીની રાત્રિના વડતાલ મંદિરના સંતો તથા કાર્યકરો દ્વારા આણંદ, બાકરોલ, વિદ્યાનગર તથા પેટલાદ અને ચરોતરના અન્ય ગામડાઓમાં 2 હજારથી વધુ ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.