ઘરના મોભીનું મોત:ખેડા-ધોળકા રોડ ઉપર સાઇકલ લઇને જતા વદ્ધને અજાણ્યા વાહને અડફેટે લીધા, સારવાર મળે તે પહેલાં જ મોત

નડિયાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અજાણ્યો વાહન ચાલક ટક્કર મારી ફરાર થયો, ખેડા ટાઉન પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધ્યો

નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં હિટ એન્ડ રનની ઘટનાઓ અવારનવાર પ્રકાશમાં આવી રહી છે. ગતરાત્રે ખેડા ધોળકા રોડ પર અજાણ્યા વાહને સાયકલને ટક્કર મારતાં સાયકલ ચાલક વૃદ્ધ રોડ પર ગબડી ગયા હતા અને શરીરે ગંભીર ઇજાઓ થતાં તેઓનુ કરુણ મોત નિપજ્યું છે. આ બનાવ સંદર્ભે ખેડા ટાઉન પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મોહનભાઈ સાયકલ પરથી ગબડી ગયા હતાં
ખેડા તાલુકાના વાસણાબુઝર્ગ ગામ ખાતે રહેતા 75 વર્ષીય મોહનભાઈ જીવણભાઈ ચાવડા પોતે નજીક આવેલા પરષોત્તમભાઈ પંચાલના ફાર્મમાં સાચવવાની કામગીરીની નોકરી કરે છે. કચરોજ સાંજના આઠ એક વાગ્યાના આસપાસ મોહનભાઈ પોતાની સાઇકલ ચલાવીને ફાર્મમાથી પોતાના ઘરે જમવા માટે ગયા હતા. મોહનભાઈ જમીને પરત પોતાની સાયકલ લઈને ફાર્મમાં આવવા નીકળ્યા હતા. ત્યારે ખેડા ધોળકા રોડ ઉપર રાધાકૃષ્ણ મંદિરની સામે કોઈ અજાણ્યા વાહને મોહનભાઈની સાયકલને ટક્કર મારી હતી. અને આ બાદ આ વાહન ચાલક ફરાર થયો હતો. આ ટક્કરના કારણે મોહનભાઈ સાયકલ પરથી ગબડી ગયા હતાં. જેના કારણે તેઓને માથાના તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતા તેઓનુ ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.

સારવાર મળે તે પહેલા જ મોત
ઘટનાની જાણ તેમના પુત્ર બાબુભાઈને થતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને 108ની મદદ પણ લેવાય હતી પરંતુ તેમને સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યું હતું. મહત્વનુ છે કે ચાવડા પરિવારના આ મોભીનું માર્ગ અકસ્માતમાં મોત થતાં પરિવાર પર આભ તૂટી પડ્યો છે. સમગ્ર મામલે બાબુભાઈ ચાવડાએ ખેડા ટાઉન પોલીસમાં જાણ કરતા પોલીસે તેમની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...