હુકમ:ઉત્તરસંડાની કંપનીએ મહિલાને ખોટી રીતે છૂટી કરી દેતાં મજૂર અદાલતમાં કેસ જીતી

નડિયાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 1 વર્ષ 7 મહિના બાદ મહિલા કર્મચારીને બાકીનો પગાર ચૂકવવા કોર્ટનો હુકમ

નડિયાદના ઉત્તરસંડા પાસે આવેલ અનન્યા રીટેઇલ કંપનીમાં એક મહિલા કર્મચારી સેલ્સગર્લ તરીકે ફરજ બજાવતા હતા. કંપની દ્વારા 8 મહિના બાદ મહિલા કર્મચારીને બાકી નિકળતો પગાર આપ્યા વિના લેખિત હુકમ આપી નોકરીમાંથી છૂટા કર્યા હતા. આ કેસ તાજેતરમાં નડિયાદ મજૂર અદાલતમાં ચાલી કરતા કોર્ટે મહિલા કર્મચારીનો બાકી પગાર ચૂકવી આપવા હુકમ કર્યો છે. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના એક મહિલા નડિયાદના ઉત્તરસંડા રોડ પર આવેલ અનન્યા રીટેઇલ પ્રા,લી ફરજ બજાવતા હતા. તેઓ તા.1 મે 2019થી કંપનીમાં સેલ્સગર્લ તરીકે કામ કરતા હતા.

તેમજ તેનો માસિક પગાર રૂ 7,200 હતો. નોકરી દરમિયાન કોઇ નોટિસ, મેમો કે ઠપકો મળ્યો નથી કે ગેરવર્તુણક બાબતે કોઇ શો-કોઝ નોટિસ આપવામાં આવી નથી. કે કોઇ ખાતાકીય તપાસ પણ કરવામાં આવી ન હતી. તેમ છતાં કંપની દ્વારા મહિલા તા.8 ડિસેમ્બર 2020ના રોજ કોઇ પણ જાતની નોટિસ આપ્યા વગર, લેખિત હુકમ આપી નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા હતા.

જેથી મહિલા તા.8 ડિસેમ્બર 2020ના રોજ બાકી પગાર ચૂકવ્યા સિવાય છુટ્ટા કરતા નવેમ્બર-2020 અને ડિસેમ્બરના 8 દિવસના પગાર ચૂકવ્યો ન હતો. આ કેસ તાજેતરમાં નડિયાદ મજૂર અદાલતમાં ચાલી જતા અરજદાર પક્ષે વકીલ દક્ષેશ ભટ્ટની દલીલો કોર્ટે ગ્રાહ્ય રાખી અરજદારના બાકી પગાર પેટે કુલ રૂ 9,058 ચૂકવવા હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...