રાજ્યની સૌથી ઝડપી અને હંમેશા બિરદાવવા લાયક રહેલી 108ની સેવાની કોઈ તોલે આવી શકે એમ નથી. વાર તહેવારે 108 એમ્બ્યુલન્સનો સ્ટાફ સતત કાર્યશીલ રહી લોકોના જીવ બચાવે છે આજ રીતે ઉત્તરાયણ પર્વને લઇને ખેડા જિલ્લાની 108 ટીમ સર્તક બની છે. આ સેવા ગમે તેવા કપરા સમયમાં પણ પોતાના જીવની ચિંતા કર્યા વગર દર્દીનો જીવ બચાવી રહ્યા છે.
108 ખેડા વિભાગમાં પાયોલટ, ડોક્ટર સહિત 85 વ્યક્તિઓનો સ્ટાફ રહેશે ખડેપગે
નજીકમાં જ ઉત્તરાયણ પર્વ છે ત્યારે આ તહેવારને લઈને પર 108 ઈમરજન્સીમાં માર્ગ અકસ્માત જેવા કેસોમાં વધારો થતો હોય છે. જેમાં ધાબા પર થી પડી જવાના, દોરીથી ગળુ કપાય જવું વગેરે જેવા કેસમા નોંધ પાત્ર વધારો થતો હોય છે. 2023માં પણ આવી ઇમરજન્સી બનાવને પહોંચી વળવા માટે ખેડા જિલ્લામાં અલગ અલગ પોઇન્ટ પર 18 જેટલી 108 એમ્બ્યુલન્સને એલર્ટ કરી દેવામાં આવી છે. જે જિલ્લાના તમામ 10 તાલુકાઓમા પોતાની સેવા આપશે. હાલ 108 ખેડા વિભાગમાં પાયોલટ, ડોક્ટર સહિત 85 વ્યક્તિઓનો સ્ટાફ છે જે બે દિવસ દરમિયાન ખડે પગે રહેશે. આ તમામ કર્મચારીઓએ પોતાની રજાઓ કેન્સલ કરી છે અને પોતાની ફરજ સમજીને 108 એમ્બ્યુલન્સ દ્વારા દરેક ને સેવા આપવા પૂરી તૈયારી સાથે ખડે પગે રહેલ છે.
તહેવાર સમયે 50 ટકા કેસો વધારો થતો હોય છે
ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે રેગ્યુલર કરતાં લગભગ 50 ટકા કેસો વધતાં હોય છે. ખાસ કરીને દોરીથી ઘાયલ થવાના અને પડી જવાના તેમજ અકસ્માતના બનાવોને કારણે આ તમામ સ્ટાફ પોતાની અમૂલ્ય સેવાઓ ખેડા, નડિયાદ, માતર, મહેમદાવાદ, કપડવંજ, ઠાસરા, કઠલાલ, ગળતેશ્વર અને વસો તાલુકા પંથકમાં આ તહેવાર દરમિયાન આપશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.