સેવાનગરી તરીકે જાણીતા બનેલ નડિયાદ શહેરમાં અનેક માનવધારી સેવાના કાર્યો ધમધમી રહ્યા છે. શહેરમાં અનેક સંસ્થાઓ કાર્યરત છે. જે અનેક સેવાકીય પ્રવૃતિઓ કરી રહ્યા છે. નડિયાદમાં વપરાયેલા કપડા માટે એક નોખી સેવા શરુ થઇ છે. જેમા ફક્ત ટોકન ચાર્જ આપી યુઝેર્ડ કપડા મળે છે. જે સેવાકીય પ્રવૃતિ જરૂરિયાતમંદ માટે લાભદાયી સાબિત થઈ રહી છે.
વિવિધ મહાનુભાવો હાજર રહ્યા હતા
જરૂરિયાત મંદોને તેમની પસંદગીના કપડા ટોકન ચાર્જમાં ખરીદી શકે અને વધુમાં વધુ લાભ લઈ શકે તે માટે શ્રીમતી ભગવતી શાહ સેવા ટ્રસ્ટ નડિયાદ (ગુજરાત દર્પણ અમેરિકાવાળા), બાલકાન-જી બારી નડિયાદ અને મુરલીધર પ્રેસ નડિયાદના સંયુક્ત ઉપક્રમે વપરાયેલા કપડા પ્રદર્શન વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. દર મહિનાના બીજા રવિવારે બાલકાન-જી બારી નડિયાદ ખાતે આ કાર્યક્રમ કરવામાં આવે છે. આ પ્રસંગે બાલકન-જી બારીના મંત્રી ઘનશ્યામ પટેલ, સહમંત્રી હરીશ જાની, રમેશભાઈ આહીર, ગુજરાત દર્પણના તંત્રી સુભાષ શાહ, નીપુલ પટેલ, સુરેશ સોઢા, વિનોદ દવે, દિલીપ શાહ, મુરલીધર પ્રેસના દિલીપભાઈ શાહ, હેમંત પટેલ તેમજ અન્ય અગ્રણીઓ હાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.