ધરપકડ:બાલાસિનોરમાંથી ચાંદીની લૂંટ કરનારા બે ઝડપાયા

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

બાલાસિનોરમાં પાંચ દિવસ અગાઉ જ્વેલર્સમાંથી થયેલ ચોરીનો ભેદ સ્થાનિક પોલીસે ઉકેલ્યો છે. બે ઇસમોની અટકાયત કરી ભેદ ઉકેલ્યો છે.બાલાસિનોર બજારમાં આવેલ ગણેશ જ્વેલર્સ નામની દુકાનના શટર તોડી અજાણ્યા ચોર ઇસમો રૂ.9500 ની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ બનાવ અંગે બાલાસિનોર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

તાજેતરમાં પોલીસ ટીમને બાતમી મળી હતી કે જ્વેલર્સમાં ચોરી કરનાર ઇસમો ગિરવત મહેરા અને રાજેશ વાઘેલા છે. જેથી પોલીસ ટીમે બંનેની અટકાયત કરી સઘન પૂછપરછ કરતા બંને જ્વેલર્સના તાળા તોડી ચાંદીની વીંટી નંગ-69 રૂ.9500 ની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. તેમજ ચોરી કરેલ વીંટી રાજેશના રહેણાંક મકાનની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં ખાડો ખોદી દાટી સંતાડી દીધી હોવાનું જણાવ્યુ હતુ. પોલીસ ટીમે બંનેની અટકાયત કરી ચોરીનો ભેદ ઉકેલ્યો છે.

અન્ય સમાચારો પણ છે...