ધરપકડ:ગોબલજના આપઘાત પ્રકરણમાં વધુ બે આરોપીઓ જેલ હવાલે

નડિયાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અત્યાર સુધી 4આરોપીની ધરપકડ, એક ફરાર

ખેડાના ગોબલજ ગામના મૃતક તોફીક દિવાને ઉં.33 પાંચ વ્યક્તિઓના માનસિક ત્રાસના કારણે ઝેરી દવા પી તા.2 સપ્ટેમ્બરના રોજ આપઘાત કર્યો હતો. આ બનાવમાં સ્થાનિક પોલીસે પાંચ વ્યક્તિઓ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં સ્થાનિક પોલીસે કોલ ડિટેઇલના આધારે વહીદાબાનુ રફીકભાઇ ખલીફા અને લાલાભાઇ ઉર્ફે લાલજી ભરવાડને ઝડપી પાડયા હતા.

બંનેના રાઉન્ડ મેળવી સોમવારે રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરતા કોર્ટે જિલ્લા જેલ મોકલી આપવા હુકમ કર્યો હતો. જ્યારે આ બનાવમાં વધુ બે વ્યક્તિઓ મહમદહુસેન ઉર્ફે ચીનુ ગનીભાઇ ગાયકવાડ અને મહમદ સલમાન મહમદ ઇકબાલ અંસારીને નડિયાદ થી રાઉન્ડઅપ કરી કોવિડ ટેસ્ટની કાર્યવાહી હાથ ધરી રિમાન્ડ મેળવ્યા હતા. મંગળવારની ઢળતી સાંજે બંનેના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરતા કોર્ટે જિલ્લા જેલ મોકલી આપવા હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...