અંતે ફરિયાદ નોંધાઈ:નડિયાદમાં મોબાઈલ સ્નેચીંગની ફરિયાદ ન નોંધાતા બે દિવસ પહેલા મુખ્યમંત્રીના કાર્યક્રમમાં મહિલાએ રજૂઆત કરવાનો પ્રયાસ કર્યો હતો

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નડિયાદ પશ્ચિમ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

નડિયાદ ખાતે જિલ્લા પંચાયત ભવનના ઉદઘાટન પ્રસંગે યોજાયેલ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના કાર્યક્રમમાં હંગામો મચાવ્યા પછી નડિયાદના પીપલગ ગામની યુવતીની પોલીસે મોબાઈલ સ્નેચિગની ફરિયાદ નોંધવાની ફરજ પડી છે.

પીપલગ ચોકડી પાસેની એક હોટલ નજીકનો બનાવ
નડિયાદના પીપલગ ગામના ઉંડા ફળિયામાં રહેતા કલ્પનાબેન કાંતિલાલ સોલંકીએ નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ મુજબ તેણીનો દીકરો જસ્ટિન ઉંમર વર્ષ 12 ગત તારીખ 27 ઓગસ્ટના રાત્રિના 9:30 વાગ્યાના સુમારે સાયકલ પર મિત્ર બાદલને મુકવા ગયો હતો આ સમયે તે માતાનો મોબાઇલ ફોન સાથે લઈ ગયો હતો જસ્ટિન પીપલગ ચોકડી પાસેની એક હોટલ નજીક ઊભો હતો.આ સમયે બાઇક પર ઘસી આવેલ ત્રણ ઈસમો તેના હાથમાંનો મોબાઇલ જૂટવી લીધો હતો બાદ ત્રણેય ઈસમો બાઇક પર પીજ ચોકડી તરફ ફરાર થઈ ગયા હતા.

મુખ્યમંત્રીને રજૂઆત કરવાનો પ્રયાસ કર્યો હતો
કલ્પનાબેન સોલંકીએ આ મોબાઇલ સ્નેચિંગની ફરિયાદ નોંધાવવા માટે નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે છેલ્લા ઘણાં દિવસ સુધી ધક્કા ખાધા પછી પણ પોલીસ તેણીની ફરિયાદ નોધી નહોતી. જેથી રોષે ભરાયેલ કલ્પનાબેન એ નડિયાદ ખાતે જિલ્લા પંચાયત ભવનના ઉદઘાટન પ્રસંગે પધારેલ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના કાર્યક્રમમાં હંગામો મચાવી પોતાની ફરિયાદ સંબંધે મુખ્યમંત્રીને રજૂઆત કરવાનો પ્રયાસ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...