ખેડા જિલ્લામાં વાત્રક નદી પાસે વસેલા કઠલાલ અને કપડવંજ તાલુકાના 55 ગામોને કાઠાગાળા તરીકે ઓળખાય છે. શિયાળો હોય કે ઉનાળો અહીંની વાત્રક નદીમાં પાણી સુકાઈ જતા હોવાથી આ વિસ્તાર નપાણીયા વિસ્તાર તરીકે વગોવાયેલો હતો. પરંતુ સરકાર દ્વારા કપડવંજ તાલુકાના આતરસુંબા ગામે રૂ.4 કરોડ અને આત્રોલી કોસમ ગામે રૂ.5 કરોડના ખર્ચે ચેકડેમ બનાવાતા આ વિસ્તાર હવે પાણીદાર બની ગયો છે.
ગત જૂનમાં આ બે ચેકડેમનું કામ પૂર્ણ થતા વચ્ચેના 6થી 7 કિમીના નદીના વિસ્તારમાં ચોમાસુ નીરનો સંગ્રહ થયો છે. જેના કારણે આસપાસના 55 ગામોના જળસ્તર ઉંચા આવ્યા છે. 5 હજાર હેક્ટર જેટલી જમીનને ખેતી માટે લાભ થયો છે. નદીમાં નવા નીરને કારણે આસપાસના જંગલોના પશુ પક્ષીઓ માટે પણ પીવાના પાણીની સમસ્યા દૂર થઇ છે. સાથોસાથ ખેતરોમાં 15 કોલમ સુધી પાણી ઉંડા થઈ ગયા હતા, તેના બદલે 12 કોલમ સુધી પાણી ઉંચા આવી ગયા છે. જેથી ખેડૂતોમાં ખૂશીની લહેર વ્યાપી છે. અગાઉ કાયમ સૂકીભઠ્ઠ રહેતી વાત્રક નદીની વહેતા પાણી સાથેની પ્રથમ ડ્રોન તસવીર દિવ્ય ભાસ્કરના કેમેરામાં કંડારાઇ છે.
વિગત | આંત્રોલી કોસમ ડેમ | આતરસુંબા ડેમ | |
બનાવવાનો ખર્ચ | 5 કરોડ | 4 કરોડ | |
સ્ટોરેજ કેપેસીટી | 19.17 MPFH | 19 MPFH | |
સ્ટોરેજ વિસ્તાર | 2662 સ્કવેર કિમી | 2638 સ્કેવર કિમી | |
લંબાઇ | 170 મીટર | 185 મીટર | |
ઉંચાઇ | 3 મીટર | 2.90 મીટર |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.