કાર્યવાહી:નડિયાદ હેલિપેડે સર્જાયેલ અકસ્માતમાં ટ્રક ચાલક ઝબ્બે

નડિયાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે CCTVના આધારે ઝડપી પાડ્યો

નડિયાદ શહેરમાં એક્સપ્રેસ વે બ્રિજ પાસેથી ત્રણ મિત્રો મોટર સાયકલ નં. જી.જે.07 ee 4269 પર સવાર થઇ નડિયાદ તરફ જઈ રહ્યા હતા. તે સમયે કોઈ અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા ત્રણેય મિત્રો જમીન પર પટકાતા શરીરે ગંભીર ઇજાઓ થતાં બનાવ સ્થળે કરૂણ મોત નિપજયા હતા. આ બનાવ અંગે સ્થાનિક પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.

આ બાદ નડિયાદ ગ્રામ્ય પોલીસ અને જિલ્લા ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગુનાનો ભેદ ઉકેલવા સીસીટીવી કેમેરા,હ્યુમન સર્વેલન્સની મદદથી અકસ્માત કરનાર ટ્રકનો ચાલક સાદીક ઉર્ફે મુન્નો નઝીર સૈયદ રહે, નૂરાની સોસાયટી ગોધરા હોવાનું બહાર આવ્યું હતું. આ બાદ પોલીસ ટીમે ટ્રકના ચાલકને શોધી પૂછપરછ કરતા તેણે અકસ્માત સર્જાયો હોવાની કબુલાત કરતા પોલીસ ટીમે તેને રાઉન્ડઅપ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...