ખેડા જિલ્લાની મહુધા વિધાનસભા બેઠક માટે ત્રિપાંખિયો જંગ ખેલાશે. અહીયા ગત ટમે જીતેલા કોંગ્રેસના સિટીગ MLA ઇન્દ્રજીતસિંહ નટવરસિંહ પરમારને રીપીટ કરાયા છે. ભાજપ, આમ આદમી પાર્ટી પણ આ વખતે આ બેઠક મેળવવા પ્રયાસ હાથ ધર્યો છે.
આમ આદમીના ઉમેદવાર વર્ષ 2017 જીપીપી પાર્ટીમાંથી લડ્યા હતા
ક્ષત્રિયોનું ભારે વર્ચસ્વ છે તેવી ખેડા જિલ્લાની મહુધા વિધાનસભા બેઠક પર નજર કરીએ તો અહીયા આ વિધાનસભા બેઠક માટે કોંગ્રેસ, ભાજપ અને આપ એમ ત્રણેય પાર્ટીઓના ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. કોંગ્રેસમાંથી સતત બીજી વખત સિટીગ MLA ઇન્દ્રજીતસિંહ નટવરસિંહ પરમારને રીપીટ કરાયા છે. તો ભાજપમાંથી નડિયાદ તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ વિજયસિંહ મહીડા અને આમ આદમી પાર્ટીમાંથી રાવજીભાઈ સોમાભાઈ વાઘેલા સામે ખરાખરીનો જંગ ખેલાશે. આમ આદમીના ઉમેદવાર વર્ષ 2017ની કેશુભાઈની જીપીપી પાર્ટીમાંથી પણ ચૂંટણી આ બેઠક પરથી લડ્યા હતા.
ત્રણેય પક્ષો ચૂંટણી પ્રચારમા આ બેઠક પર કામે લાગી ગયા
મહત્વનું છે કે, આ બેઠક પર ક્ષત્રિયોનું જોર છે. તો બીજી તરફ આ ત્રણેય પાર્ટીના ઉમેદવારો પણ ક્ષત્રિય છે. તો વળી આ મહુધા વિધાનસભા બેઠક કોંગ્રેસનો ગઢ ગણાય છે. કારણ કે અહીંયા કોંગ્રેસનો દબદબો છે. ગત ટમમા ઇન્દ્રજીતસિંહ પરમાર બહુમતી સાથે જીતી આવ્યા હતા. તો વળી આ પહેલા તેઓના પિતા નટવરસિંહ પરમાર આ વિધાનસભા ક્ષેત્રમાંથી 5 ટમથી સતત જીતતા આવી રહ્યા છે. આમ પિતાનું પીઠ બળ હોવાને કારણે કોંગ્રેસના ઉમેદવારને વધારે મહેનતની જરૂર નહી પડે. પણ ભાજપ અને આપ માટે અહીંયા ખરેખર ટફ ફાઈટ રહેશે. જોકે ભાજપ અહીયા એડીચોટીનું જોર લગાવી આ બેઠક હાંસલ કરવા મહેનત કરી રહ્યું છે. કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી એમ ત્રણેય પક્ષો ચૂંટણી પ્રચારમા આ બેઠક પર કામે લાગી ગયા છે અને મતદારોને રીઝવવા પ્રયાસો કરી રહ્યા છે.
આ બેઠક પર છેલ્લા 3 વર્ષના લેખાજોખા
વર્ષ 2017ની ચૂંટણી ટાંણે આ બેઠક પર નજર કરીએ
વર્ષ 2007મા ચૂંટણી ટાંણે આ બેઠક પર નજર કરીએ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.