ઉજવણી:નડિયાદના હિન્દુ અનાથ આશ્રમ ખાતેનાં બાળકો સાથે વૃક્ષારોપણ તથા કાનૂની જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

નડિયાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય નડિયાદ દ્વારા ઉજવણી કરાઇ

5 જુન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ આ દિવસની આજે સમગ્ર જિલ્લામાં ઉજવણી કરવામાં આવી છે. ત્યારે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય નડિયાદ દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરાઇ છે. વૃક્ષારોપણ અને કાનૂની શિક્ષણ કાર્યક્રમનુ આ પ્રસંગે આયોજન કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, સુપ્રીમ કોર્ટ, નવી દિલ્હી તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અંતર્ગત મે. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય, ખેડા-નડિયાદના ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ એ આઈ. રાવલની સૂચના અને માર્ગદર્શન અનુસાર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ખેડા-નડીઆદના સેક્રેટરી જે આર. પંડીત દ્વારા રવિવારનાં રોજ "વિશ્વ પર્યાવરણ દિન" ની ઉજવણી કરવામાં આવી છે.

સામાજિક વનીકરણ વિભાગ નડીઆદના સંકલનમાં નડીઆદ સ્થિત અનાથ બાળકો માટે કામ કરતી 115 વર્ષ જૂની અને પ્રતિષ્ઠિત સંસ્થા એવી "હિન્દુ અનાથ આશ્રમ" ખાતેનાં બાળકો સાથે વૃક્ષારોપણ તથા કાનૂની જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌ પ્રથમ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જિલ્લા ન્યાયાલય ખેડા નડીઆદના ફૂલ ટાઈમ સેક્રેટરી જે આર. પંડીતના અધ્યક્ષ સ્થાને સંસ્થાનાં બાળકોની સાથે રાખી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ કાનૂની શિક્ષણ કાર્યક્રમમાં પેરા લીગલ વોલન્ટીયર રૂઘનાથસિંહ સોલંકી દ્વારા પર્યાવરણનું મહત્વ જાળવણી અને વિકાસ બાબતેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.જે આર. પંડીત દ્વારા મફત અને સક્ષમ કાનૂની સહાયની વ્યવસ્થા, સહાય મેળવવાની પાત્રતા અને સહાયની ઉપલબ્ધતા વિષેની માહિતી આપી સાથોસાથ હિન્દુ અનાથ આશ્રમ જેવી સંસ્થાનાં બાળકોના હિત માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય નડીઆદ હરહંમેશ તત્પર અને તૈયાર છે તેમ જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં હિન્દુ અનાથ આશ્રમનાં બળકો સાથે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લ ન્યાયાલય, ખેડા-નડીઆદના સુપ્રિન્ટેન્ડેન્ટ એચ એન. ઠાકર, એમ આર. ક્રિશ્ચિયન, સીનીયર પેનલ એડવોકેટ કે ડી. પરમાર, પેરા લીગલ વોલન્ટીયર્સ કાંતિભાઈ વાઘેલા, જનકભાઈ શાસ્ત્રી, સામાજિક વનીકરણ વિભાગ નડીઆદના વનરક્ષક વિક્રમભાઈ વાળા, હિન્દુ અનાથ આશ્રમનાં મંત્રી વાસુદેવ દેસાઈ, સુપ્રિન્ટેન્ડેન્ટ ગોવિંદભાઈ પરમાર, સ્ત્રી સુપ્રિન્ટેન્ડેન્ટ લતાબેન ચૌધરી સહીત કુલ-70 લોકોએ ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...