સબસીડી:ખેડા જિલ્લાના 70 હજાર 892 ખેતીવાડી વીજ ગ્રાહકોને કુલ રૂપિયા 219.17 કરોડની સબસીડી ચૂકવવામાં આવી

નડિયાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિધાનસભાના બીજા સત્ર દરમિયાન એક પ્રશ્નના જવાબમાં ખેડા જિલ્લાના ખેડૂતોને આપવામાં આવેલી વીજ સબસિડી વિશે માહિતી રજુ કરવામાં આવી હતી. જે મુજબ 31 ડીસેમ્બર 2022ની સ્થિતિએ ખેડા જિલ્લાના ખેતીવાડી વિજ ગ્રાહકોને વીજ બિલમાં સબસિડી આપવામાં આવી છે. જેમાં વર્ષ 2021માં કુલ 34,908 ગ્રાહકોને અને 2022માં કુલ 35,984 ગ્રાહકો એમ છેલ્લા બે વર્ષમાં 70,892 ખેતીવાડી વીજ ગ્રાહકોને વીજ બિલ સબસિડી આપવામાં આવી છે. જેમાં વર્ષ 2021માં રૂપિયા 99.36 કરોડ અને વર્ષ 2022માં રૂપિયા 119.81 કરોડની સબસિડી એમ છેલ્લા બે વર્ષમાં કુલ રૂપિયા 219.17 કરોડની સબસિડી રાહત પેટે ખેતીવાડી વીજ ગ્રાહકને ચૂકવવામાં આવી છે.

વિધાનસભામાં ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર રાજ્યના ખેડૂતો માટે અત્યંત ચિંતિત છે અને ખેડૂતોને સમયસર જરૂરી રાહત મળી રહે તે માટે સંકલ્પબદ્ધ કાર્ય કરી રહી છે. ખેડૂતોના પ્રશ્નોના સમાધાન અને તેમને યોગ્ય રાહત આપવા સતત કાળજીપૂર્વક નિર્ણયો કરતી આ સરકાર દ્વારા રાજ્યના ખેતીવાડી ગ્રાહકોને વીજબીલમાં સંતોષકારક સબસિડી આપવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...