દુષિત પાણીને લઈને તંત્રની દોડધામ:મહેમદાવાદના જિંજર રાસ્કા વિયરમાં દુષિત પાણી મામલે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડ્યા

નડિયાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જ્યા સુધી પાણીનો રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી રાસ્કા વિયરનો પાણી સુદ્ધીનો પ્લાન્ટ બંધ રાખવામાં આવ્યો

થોડા દિવસ અગાઉ મહેમદાવાદના જિંજર રાસ્કા વિયરમાં ગંદુ ડોહળુ અને દુષિત પાણી આવતા મામલતદાર, સિંચાઈ વિભાગ અને પોલીસ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી. જ્યારે આજે કલેકટર સહિત ઉચ્ચ અધિકારીઓ દોડી જઇ તપાસ હાથ ધરી છે.

છેલ્લા થોડા દિવસથી આ કેનાલમા દુષિત પાણી આવવાની બુમો ઉઠી હતી
મહેમદાવાદ તાલુકાના રુદણ,સરસવણી, મોદજ થઇ જિંજર રાસ્કા વિયર તાલુકાની મુખ્ય કેનાલ પસાર થાય છે‌. છેલ્લા થોડા દિવસથી આ કેનાલમા દુષિત પાણી આવતા જિલ્લા કલેક્ટરને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જાણ કરવામાં આવી હતી. જેને લઈને મહેમદાવાદ મામલતદાર સંગ્રામસિંહ બારીયા સિંચાઈ વિભાગના કર્મચારીઓ અને પોલીસ સાથે રહીને તપાસ હાથ ધરવામાં આવી હતી.

સેમ્પલ તપાસ અર્થે મોકલ્યા
આ કેનાલનું પાણી અમદાવાદમાં પીવાના પાણી તરીકે ઉપયોગ કરવામાં આવે છે. અમદાવાદના પૂર્વ અને પશ્ચિમને પૂરું પાડતી પાણીની યોજના છેલ્લા ત્રણ દિવસથી બંધ છે. ખેડા જિલ્લામાંથી પસાર થતી શેઢી નદી જે અમદાવાદના કેટલાય વિસ્તારોને પાણી પૂરું પાડે છે. પરંતુ મહેમદાવાદના જીંજર નજીક આવેલ રાસ્કા વિયરમાં દૂષિત પાણી દેખાતા અમદાવાદને પૂરું પાડતો આ પ્લાન્ટ ત્રણ દિવસથી બંધ રાખવામાં આવ્યો છે. આજે જીપીસીબી, કલેકટર, એસડીએમ, એસપી, મામલતદાર તપાસ માટે પહોંચ્યા હતાં. આ પહેલા પણ જીપીસીબીએ પાણીના સેમ્પલ એકત્રીકરણ કર્યા હતાં અને તપાસ અર્થે મોકલ્યા છે. આજે પાણીના સેમ્પલનો રિપોર્ટ આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. જ્યાં સુધી પાણીનો રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી રાસ્કા વિયરનો પાણી શુદ્ધિકરણનો પ્લાન્ટ બંધ રાખવામાં આવ્યો છે. અમદાવાદ વાસીઓને પાણીની તકલીફ ન પડે તે હેતુસર વૈકલ્પિક વ્યવસ્થા પણ કરી છે.

અન્ય સમાચારો પણ છે...