દારૂ પ્રકરણનો સૂત્રધાર પકડાયો:નડિયાદના ટુડેલમાં લાખો રૂપિયાના દારૂ કટીંગ કૌભાંડમાં લિસ્ટેડ બુટલેગર સહિત ત્રણ પોલીસના સંકજામાં

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

વસો પોલીસે પખવાડિયા અગાઉ જંગી માત્રામાં વિદેશી દારૂ પકડી દારૂ કટીંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. ટુડેલ ગામની સીમમાં બંધ પોલ્ટ્રી ફાર્મમા દારૂ કટીંગ પર દરોડો પાડી આઈસર, છોટાહાથી, કાર મળી સહિત 25 લાખ રૂપિયાનો દારૂ સાથેનો કુલ રૂપિયા 39 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ પ્રકરણમાં ખેડા એલસીબી પોલીસે મુખ્ય સૂત્રધાર બુટલેગર ગિરીશ સહિત વધુ ત્રણ વ્યક્તિઓને પકડી લીધા છે.

કુલ રૂપિયા 39 લાખ 31 હજાર 300નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો
નડિયાદ તાલુકાના ટુડેલ ગામની સીમમાં હરખા તલાલડી પાસે આવેલ બંધ પડેલ પોલ્ટ્રી ફાર્મમા ગેરકાયદે પ્રવૃત્તિઓ થઈ રહી હતી. વસો પોલીસે પખવાડિયા અગાઉ તપાસ આદરતા આ પોલ્ટ્રી ફાર્મમાં દારુ કંટીગ કૌભાંડ ઝડપાયું હતું. પોલીસને જોઇને બુટલેગરો અને હાજર વાહન ચાલકોમાં નાસભાગ મચી ગઇ હતી. આ તમામ લોકો ફરાર થઈ ગયા હતા. પોલીસે અહીંયાથી અશોક લેલન્ડ આઈસર ટ્રક નંબર (GJ 27 TT 0834), છોટાહાથી તથા ઈકો કાર નંબર (GJ 6 FQ 8754) તેમજ 25 નંગ કાર્ટુનોમા ચંપલો મળી આવ્યા હતા. સાથે આ આઈસર ટ્રકમાં કાર્ટુનોની આડમાં છુપાવેલો વિદેશી દારૂની નાનીમોટી બોટલો મળી 7,680 મળી કુલ રૂપિયા 25 લાખ 18 હજાર 800 દારૂ તેમજ વાહનો મળી કુલ રૂપિયા 39 લાખ 31 હજાર 300નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ત્રણ બુટલેગરોની ધરપકડ કરાઈ
આ આ પ્રકરણમાં નાસ્તા ફરતા લિસ્ટેડ બુટલેગરને પકડવા માટે ખેડા એલસીબી પોલીસ છેલ્લા ઘણા સમયથી કામે લાગી હતી. એલસીબી પોલીસે ટીમો બનાવી આરોપીની શોધખોળ હાથ ધરી હતી. આ તપાસમાં લીસ્ટેડ બુટલેગર સહિત ત્રણ વ્યક્તિઓ પકડાઈ ગયા છે. જેમાં ગીરીશકુમાર શંકરલાલ પ્રજાપતિ (રહે. નડિયાદ, દિપકપાર્ક સોસાયટી, મકાન નં.૨ માઇ મંદિર પાસે, પમ્પીંગ સ્ટેશનની સામે, નડિયાદ), કનુભાઇ સોમાભાઇ ગોહેલ (રહે.ટુંડેલ, સીમ હરખા તલાવડી તા.નડિયાદ) અને ચીમનભાઇ મંગળભાઇ ગોહેલ (રહે.ટુંડેલ પીજ ચોકડી હરમાનપુરા નડિયાદ)નો સમાવેશ થાય છે.