કરોડોના કૌભાંડનો મામલો:નડિયાદમાં ડેટા એન્ટ્રીના નામે ઠગાઈના પ્રકરણમાં ત્રણ શખ્સો ઝડપાયા, ફ્રેન્ચાઈસી લેનારને ઝડપવા પોલીસ કામે લાગી

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાહુલને ત્યાં નોકરી કરતા વ્યક્તિઓની ઠગાઈમાં હાલ પૂરતી કોઈ ભૂમિકા દેખાય નથી : પોલીસ

ખેડા જિલ્લાના નડિયાદમાંથી ડેટા એન્ટ્રીના નામે કરોડો રૂપિયાની ઠગાઇના કેસમાં પોલીસ તટસ્થ તપાસ કરી રહી છે. ડેટા એન્ટ્રીના નામે હજારો લોકો પાસેથી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનાર ચકચારી કેસમાં પકડાયેલા મુખ્ય સૂત્રધાર રાહુલ વાઘેલા સહિત અત્યાર સુધીમાં ત્રણ ઈસમોને દબોચી પોલીસે સમગ્ર મામલે હકીકત મેળવી છે. જોકે, આ પ્રકરણમાં અન્ય નામો ફરિયાદમાં નોંધાયા છે, પરંતુ તેઓ ઓફિસમાં કામ કરતા હોવાથી તેમની કોઈ ભૂમિકા આ ઠગાઈમાં ફિક્સ થતી નથી તેમ પોલીસ વર્તુળોમાંથી માહીતી મળી રહી છે. પોલીસ આવા લોકોને કદાચ પકડશે પણ નહીં તેવું દેખાઈ રહ્યું છે. પરંતુ જે લોકોએ આ મુખ્ય ભેજાબાજ પાસેથી ફ્રેન્ચાઈસી લીધી છે તેવા વ્યક્તિઓના નામ બહાર આવ્યા છે તેઓને પકડવા પોલીસે કામગીરી આરંભી છે.

માસ્ટર સોલ્યુશન નામની કંપનીમાં કૌંભાડ થયું હતું

નડિયાદમાં ડભાણ રોડ ઉપર એક કોમ્પ્લેક્ષમાં માસ્ટર સોલ્યુશન નામની કંપની શરૂ કરી ડેટા એન્ટ્રીના નામે રોજના એક હજાર ઉપરાંત કમાઓ તેવી લાલચ આપી લોકો પાસે કરોડોનું વિવિધ પ્લાન હેઠળ કંપનીમાં રોકાણ કરાવી છેતરપિંડી કરી ફરાર થતા ભેજાબાજ કૌભાંડી રાહુલ નારણ વાઘેલા (રહે. યોગીનગર, નડિયાદ)ને પોલીસે બનાસકાંઠાની ધાનેરા બોર્ડર ખાતેથી ઝડપી પાડયો હતો.‌ બાદમા આ કેસમાં તેની પત્ની ગૌરી વાઘેલા તેમજ અન્ય એકને મળી અત્યાર સુધીમાં કુલ ત્રણ વ્યક્તિઓને પકડી રિમાન્ડ પર લઇ તપાસ પુરી કરી સબજેલમાં મોકલી આપ્યા છે.

ફ્રેન્ચાઈસી લેનારને ઝડપવાની કામગીરી જારી

નડિયાદ રૂલરના તપાસ અધિકારી પી.આઈ વિજયસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, મેનેજર ચીરાગ મનહરલાલ કવૈયા (રહે.નડિયાદ), મીતુલ જગજીતસીંગ ધાલીવાલ (રહે. વિદ્યાનગર), ભાવીક પરમાર (રહે.નડિયાદ), વિજય તળપદા, સ્મીત, પ્રાપ્તી પારેખ, સેજલ મારવાડી અને અર્ચના મારવાડી જે આ તમામ લોકો ભેજાબાજ ને ત્યાં નોકરી કરતા હોય તેમની ઠગાઈમાં કોઈ ભૂમિકા હાલ પૂરતી દેખાતી નથી. એમની સામે પણ જો કોઈ પુરાવા મળશે તો તેમની પણ ધરપકડ થશે. હાલમાં આ ભેજાબાજ પાસેથી જે લોકોએ ફ્રેન્ચાઈઝી લીધી તે લોકોને પકડવાની કામગીરી કરવાની ચાલું છે.

અન્ય સમાચારો પણ છે...