નડિયાદ હરીઓમનગરમાં રહેતી 17 વર્ષીય સગીર દીકરીએ ફળીયામાં રહેતા યુવકને શ્વાસના નાના ગલુડીયાને માર ન મારવા બાબતે ઝઘડો કર્યો હતો.ઉશ્કેરાયેલા ત્રણ વ્યક્તિઓએ મારમારી જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચારી હતી. નડિયાદના હરીઓમનગરમાં ગૌતમભાઇ પરિવાર સાથે રહે છે.તા.29 ડિસેમ્બરના રોજ તેઓ નોકરી પર ગયા હતા દરમિયાન સગીર દીકરી અને બા ઘરે હતા.
તે સમયે ફળીયામાં રહેતા વિનોદ શ્વાસના નાના ગલુડીયાને માર મારવા જતા ગૌતમ ની દિકરીએ ના પાડી હતી. આ બાદ બપોરે બાર વાગ્યાના અરસામાં વિનોદ ઘરે આવી કહ્યુ હતુ કે હુ શ્વાનના નાના ગલુડીયાને મારુ તેમાં તારે વચ્ચે પડવાની જરૂર નથી તેમ એકદમ ઉશ્કેરાઈ જઇ ગૌતમની દિકરીને ગાલે લાફો મારી ગાળો બોલી હતી.
દરમિયાન વિનોદનુ ઉપરાણું લઇ તેની પત્ની સોનલ, તારાબેને આવી ગડદાપાટુનો મારી જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચારી હતી.આ સમગ્ર બનાવ અંગે નડિયાદ ટાઉન પોલીસે વિનોદ ભગુભાઈ તળપદા, સોનલ વિનોદભાઇ અને તારાબેન તળપદા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.