નાણાંની જરૂરિયાત અને નાણાકીય ભીડના કારણે મધ્યવર્ગના લોકો ન છુટકે ઊંચા ટકાએ વ્યાજે નાણાં લેતાં હોય છે. નાણાં ધિરનાર લોકો પણ ઉંચા વ્યાજ દરની લાલચમાં આ નાણાં આપતાં હોય છે. ત્યારે છેવટે આ નાણાંની ભરપાઈ ન થતાં અંતે આપઘાત કરવાનો વારો આવે છે. તો કેટલાકના ઘર બરબાદ થઈ જાય છે. ત્યારે આવી ફરિયાદો ખેડા જિલ્લામાં ઉઠતાં અંતે આવા દુષણને અટકાવવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આગામી 9 જાન્યુઆરીથી 22 દિવસ સુધી ડ્રાઈવ યોજી આવા ઉંચા વ્યાજે નાણાં ધિરનાર તત્વોને પકડી કાર્યવાહી કરશે.
જીલ્લાના નાયબ પોલીસ અધિકારી નડિયાદ અને કપડવંજને નોડલ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા
ખેડા જીલ્લામા કેટલાક ઇસમો દ્વારા જરૂરિયાતમંદ લોકોને નાણાં ધિરધાર કરી ગેરકાયદેસર રીતે અનેક ગણુ ઉચું વ્યાજ વસુલવામાં આવતુ હોવાની ફરિયાદો પોલીસના ધ્યાને આવી છે. જેથી આવી ગેરકાયદેસરની વ્યાજખોરીની ગુનાહિત પ્રવૃતી ડામી દેવા મામલે ખેડા જીલ્લા પોલીસ દ્વારા આગામી 9 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી સતત 22 દિવસ સ્પેશીયલ ડ્રાઇવનુ આયોજન કર્યું છે. આ ખાસ ડ્રાઇવ દરમ્યાન કાર્યવાહી કરવા માટે ખેડા જીલ્લાના નાયબ પોલીસ અધિકારી નડિયાદ અને કપડવંજને નોડલ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ડ્રાઇવ દરમ્યાન બન્ને નાયબ પોલીસ અધિકારીને પોત પોતાના ડીવીઝન/પો.સ્ટે વિસ્તારમા આવી રજુઆત વાળા અરજદારોઓની રૂબરૂ મુલાકાત લેશે તેમજ અસરગ્રસ્ત વિસ્તારોમાં આ બાબતે લોક દરબારનુ આયોજન કરશે. જેથી વ્યાજ ખોરી અંગેની પ્રવૃતિનો ભોગ બનેલ વ્યક્તિઓએ જરૂરી આધાર પુરાવાઓ સાથે સબંધિત ડિવીઝન વિસ્તારમાં સંપર્ક કરવાનો રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.