નડીયાદ તાલુકાના વડતાલ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં પવિત્ર શ્રાવણમાસ દરમિયાન ત્રીસ દિવસીય શ્રાવણી ભક્તિપૂર્વ ખૂબજ ધામધૂમથી ઉજવાશે. ભગવાન શ્રીહરિએ જ્યાં પોતાના હસ્તે પોતાનું સ્વરૂપ શ્રી હરિકૃષ્ણ મહારાજના નામે પધરાવ્યું છે તે શ્રી હરિકૃષ્ણ મહારાજને ભૂદેવો દ્વારા જનમંગલ ગાન સાથે દરરોજ સવાલાખ દ્વિદલ તુલસીપત્રો અર્પણ કરવામાં આવશે.
જનમંગલ સ્તોત્રના ગાન સાથે વિશેષ પૂૃજન કરાશે
વડતાલ મંદિરના કોઠારી ડૉ.સંત સ્વામીએ જણાવ્યું હતું કે, હિન્દુઓના સૌથી મોટા શ્રાવણ માસનો શુક્રવારથી આરંભ થઈ રહ્યો છે. વડતાલધામમાં શ્રી હરિકૃષ્ણ મહારાજનું ભૂદેવો દ્વારા જનમંગલ સ્તોત્રના ગાન સાથે વિશેષ પૂજન થશે. શ્રીહરિને દરરોજ સવાલાખ દ્વિદલ તુલસીપત્ર અર્પણ કરવામાં આવશે. આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ, લાલજી પૂ.સૌરભપ્રસાદજી મહારાજ શ્રીહરિને સવારે તુલસીપત્રો અર્પણ કરવાનો મંગલ પ્રારંભ કરાવશે.
વડતાલમાં શ્રીહરિએ પોતાના હસ્તે મંદિરના દ્વારે વિઘ્નહર્તા ગણપતિ સાથે શિવલીંગની સ્થાપના કરી હતી. ત્યાં રોજના વેદોક્ત રૂદ્રીપાઠ, જપાત્મક લઘુરૂદ્ર થશે. શીવજીને રોજ 25 હજાર બિલીપત્રો અર્પણ કરવામાં આવશે. આમ શ્રાવણ માસ દરમ્યાન સવાલાખ ઉપરાંત બિલીપત્રો ચઢાવાશે. ભક્તિપર્વના મુખ્ય યજમાન સોહનકુમાર જતીનભાઈ મહેન્દ્રભાઈ મકાણી અને કૃપા, હિમાની જતીનભાઈ મકાણી છે. સમગ્ર ઉત્સવનું સંચાલન શ્યામ સ્વામી કરી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.