કાર્યવાહી:દેથલી ગામે 400 મણ વજનનું અરડૂસીનું ઝાડ ચોરો કાપી ગયા

નડિયાદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિ.પંચાયત સભ્યે વહીવટદારને જાણ કરતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો

માતર તાલુકાના દેથલી ગામેથી અંદાજીત 400 મણ વજન ધરાવતું અરડૂસીનું ઝાડ કોઇ અજાણ્યા ઇસમો કાપી જતાં સમગ્ર મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો છે. ખેડા જિલ્લા પંચાયતના સભ્ય બાબુભાઈ સોલંકી દ્વારા કોઈ અજાણ્યા ઇસમો ઝાડ કાપી ગયા મામલે ગ્રામપંચાયતના વહીવટદારને લેખિત ફરિયાદ કરવામાં આવી હતી. જે બાદ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે.

જિલ્લા પંચાયત સભ્યએ જણાવ્યું હતું કે દેથલી ગામે સરપંચની મુદત પૂર્ણ થતા વહીવટદાર મુકવામાં આવ્યા છે. જેમના શાસનમાં અસામાજિક તત્વોને લીલા-લહેર પડી ગઈ છે. દેથલી-નાંદોલી રસ્તા પર આશાપુરા વિસ્તારમાં પંચાયતની માલિકીનો અરડુસો રાતોરાત કપી કોઈ ચોર ઈસમો લઈ ગયા છે. સમગ્ર બાબતે 1 ઓગસ્ટના રોજ પોલીસ મથકે જાણ કરવામાં આવી છે, પરંતુ 4 ઓગસ્ટ સુધી યોગ્ય કાર્યવાહી નહી કરી ભીનું સંકેલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...