ખેડા જિલ્લાનો ચૂંટણી જંગ:માતર વિધાનસભા બેઠક પર ચતુષ્કોણીય જંગ જામશે, આ બેઠક પર છેલ્લી ચાર ટર્મથી છે ભાજપનો કબજો

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાજપ, કોંગ્રેસ, આપ અને અપક્ષમાથી મહિપતસિંહ જોર લગાવશે

ખેડા જિલ્લામાં આ વિધાનસભા ચૂંટણીમા માતર બેઠક ઘણી ચર્ચામાં રહી છે. કારણ કે અહીંયા ટિકિટને લઈને ભાજપ, કોંગ્રેસનો આંતરિક વિવાદ ચરમસપાટીએ પહોચ્યો હતો. જોકે હવે ભાજપનો વિવાદ તો સમેટાઈ ગયો છે. પણ ગતરોજ કોંગ્રેસના વિવાદના કારણે અહીંયા ભારે રસાકસી જામશે. તો બીજી બાજુ આમ આદમી પાર્ટી સહિત અપક્ષમાથી મહિપતસિંહ ચૌહાણે પણ ઉમેદવારી નોધાવી છે. જેના કારણે આ બેઠક પર ચતુષ્કોણીય જંગ જોવા મળશે.

માતર બેઠક પર છેલ્લી પાંચ ટર્મમા ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો ચૂંટણી જંગ ખેલાયો હતો
116 માતર વિધાનસભા બેઠક પર છેલ્લી ચાર ટર્મ થી ભાજપના કબજામાં છે. આ બેઠક પર ચાલુ વર્ષે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તથા અપક્ષ તરીકે મહિપતસિંહ ચૌહાણ એમ 4 ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર થનાર છે. જેના કારણે માતર બેઠક પરની ચૂંટણી ભારે રસપ્રદ બની રહેશે.હાલમાં ભાજપમાથી કલ્પેશભાઈ, કોંગ્રેસમાથી સંજય પટેલ અને આમ આદમી પાર્ટીમાથી લાલજી પરમાર બેઠક મેળવવાં એડી ચોટીનું જોર લગાવી રહ્યા રહ્યા છે.ત્યારે આ બેઠક પર કોણ બાજી મારશે તેને લઈ મતદારોમાં તરેહ તરેહની ચર્ચાએ જોર પકડ્યું છે. માતર વિધાનસભાની બેઠક પર છેલ્લી પાંચ ટર્મમા ભાજપા અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે ખરા ખરીનો ચૂંટણી જંગ ખેલાયો હતો આ ચૂંટણીમાં ભાજપા, કોંગ્રેસના ઉમેદવાર અને તેમને મળેલ મત આ મુજબ છે.

વર્ષ 2007મા કોંગ્રેસના ઉમેદવાર નરહરી અમીન (માજી નાયબ મુખ્યમંત્રી )-49115 મત મળ્યાં હતાં.વર્ષ 1998મા ધીરુભાઈ ચાવડા કોંગ્રેસ 29,556,ડૉ. કે. ડી. જેસવાણી ભાજપા 28,124 જ્યારે રણમલસિંહ ગોહેલ રાજપાને 21247 મત મળ્યા હતા. આ ત્રિકોણીય જંગ માં કોંગ્રેસના ઉમેદવાર ધીરુભાઈ ચાવડાનો વિજય થયો હતો. જ્યારે વર્ષ 2002ની ચૂંટણીમાં કોંગ્રેસના ધીરુભાઈ ચાવડાને 41,415 મત મળ્યાં હતાં જ્યારે સામે ભાજપાના રાકેશભાઈ રાવને 51,433 મત મળતાં વિજયી જાહેર કરવામાં આવ્યા હતાં. જ્યારે વર્ષ 2007મા કોંગ્રેસમાંથી છેડો ફાડી ભાજપામાંથી ચૂંટણી લડનાર દેવુસિંહ ચૌહાણ 56914, કોંગ્રેસના ઉમેદવાર નરહરી અમીન (માજી નાયબ મુખ્યમંત્રી )-49115 મત મળ્યાં હતાં. જેથી ભાજપાના દેવુસિંહ ચૌહાણને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતાં.

વર્ષ 2014માં લોકસભાની ચૂંટણીમાં દેવુસિંહ ચૌહાણ સંસદ સભ્ય થતા માતર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાઈ​​​​​​​. 2012માં કોંગ્રેસ સંજયભાઈ પટેલ-64,534, જ્યારે ભાજપમાંથી દેવુસિંહ ચૌહાણને 71,021 મત મળ્યાં હતાં.આ ચૂંટણીમાં ભાજપના દેવુસિંહ ચૌહાણનો વિજય થયો હતો. પરંતુ વર્ષ 2014માં લોકસભાની ચૂંટણીમાં દેવુસિંહ ચૌહાણ સંસદ સભ્ય તરીકે વિજેતા થતા માતર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં કેસરીસિંહ સોલંકી ભાજપા અને કાલિદાસ પરમાર (માજી તાલુકા પંચાયત પ્રમુખ) કોંગ્રેસ વચ્ચે યોજાયેલ ચૂંટણીમાં ભાજપાના ઉમેદવાર કેસરીસિંહ સોલંકીનો વિજય થયો હતો. આ ઉપરાંત વર્ષ 2017માં સંજયભાઈ પટેલ કોંગ્રેસ -79,103 મત મળ્યા હતાં જ્યારે કેસરીસિંહ સોલંકી -81,509 મત મળ્યાં હતાં. આ ચૂંટણીમાં ભાજપાના કેસરીસિંહ સોલંકીનો 2400 જેટલાં નજીવા મતથી વિજય થયો હતો.

કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણની સમજાવટથી કેસરીસિંહ સોલંકીએ ઘરવાપસી કરી હતી
આમ સતત ચાર ટર્મથી માતર વિધાનસભા બેઠક ભાજપાના કબ્જામાં છે.ત્યારે આ ચૂંટણીમાં ભાજપાએ નવા ઉમેદવાર કલ્પેશભાઈને મેદાનમાં ઉતાર્યા છે.જેથી ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ નારાજ થઈ આપ આદમી પાર્ટી માં જોડાયાંનું જાહેર કર્યું હતું. પરંતુ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણની સમજાવટથી કેસરીસિંહ સોલંકીએ ગણતરીના કલાકોમાં ભાજપમાં ઘરવાપસી કરી હતી. માતર વિધાનસભા બેઠક પર કોંગ્રેસ પક્ષમાંથી ગતરોજ મોડી સાંજે સંજયભાઈ પટેલનું નામ જાહેર થયું છે. ભાજપ,કોંગ્રસ અને આમ આદમી પાર્ટી તથા અપક્ષ તરીકે મહિપતસિંહ ચૌહાણ એમ 4 વચ્ચે ચૂંટણી જંગ જામશે

આ બેઠક પર વર્ષ 2002થી ભાજપના ઉમેદવાર વિજેતા થઈ રહ્યાં છે.જ્યારે વર્ષ 2012તેમજ 2017માં આ બેઠક પર કોંગ્રેસ પક્ષમાંથી સંજયભાઈ પટેલ ચૂંટણી લડી રહ્યા છે. ગત 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના સંજય પટેલનો 2500 જેટલાં નજીવા મતથી પરાજય થયો હતો. આ ચૂંટણીમાં ભાજપ,કોંગ્રસ અને આમ આદમી પાર્ટી તથા અપક્ષ તરીકે મહિપતસિંહ ચૌહાણ એમ 4 વચ્ચે ચૂંટણી જંગ જામશે.ત્યારે વર્ષોથી વિકાસ ઝંખતા મતદારો ક્યાં પક્ષના ઉમેદવારને વિજય પતાકા અપાવશે તે ચૂંટણીના પરિણામો જણાવશે.

અન્ય સમાચારો પણ છે...