ગડદાપાટુનો માર:વરઘોડામાં તો બધા મનફાવે તેમ રમે તેવું કહેતાં વીરાકૂવામાં ધમાલ

નડિયાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટથી વતન વીરાકૂવા દિકરાના લગ્ન કરવા આવ્યાં હતાં
  • પ્રસંગ હોવાને કારણે સમાધાન, ઘરે આવી ફરી ઝઘડો થતાં ફરિયાદ

રાજકોટ શહેરના મોવડી ચોકડી ઇન્દ્રપ્રસ્થ કોલોની પાછળ રહેતાં અને મૂળ ખીજલપૂરા વીરાકૂવા વતનમાં કપિલાબેન ચાવડાનો પરિવાર દિકરાના લગ્ન કરવા માટે વતન આવ્યો હતો. તા.3 મે ના રોજ દિકરા હાર્દિકનો વરઘોડો વેરાઈ માતાના મંદિર આગળ નીકળતાં આજ ગામના કલમેશભાઇએ કહેલ કે ગરબા સીધા સીધા રમો, ટોળામાં ના રમો જેથી વરરાજાના કાકાબાપુ મેલાભાઇએ કહેલ કે વરઘોડામાં તો બધા મનફાવે તેમ ગાય અને નાચે કોઇનાથી કોઈને કઈ કહેવાય નહીં, તેમ કહેતાં કમલેશભાઇ ઉશ્કેરાઇ જઇ મેલાભાઇને ગડદાપાટુનો માર મારવા લાગ્યાં હતા.

તે સમયે જયેશભાઇ, ચંદ્રેશભાઇ અને અન્ય ત્રણ વ્યક્તિઓએ પણ આવી ગાળો બોલી ગડદાપાટુનો માર માર્યો હતો. તે સમયે કપિલાબેન અને તેમના પરિવારજનોએ છોડાવ્યાં હતા. લગ્ન પ્રસંગ હોવાના કારણે સમાધાન કર્યું હતુ. પરંતુ ઉપરોક્ત વ્યક્તિઓ અને અમિતભાઈ હાથમાં લાકડી લઇ આવી કહેલ કે તે મારા ભાઇ કમલેશની સાથે ઝઘડો કેમ કર્યો છે તેમ કહીં મેલાભાઇને ગડદાપાટુનો મારમાર્યો હતો.

એટલાથી ન અટકતાં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે કપિલાબેન રાજેશભાઇ ચાવડાએ ડાકોર પોલીસ મથકે છ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જ્યારે સામાપક્ષે કમલેશકુમાર બળવંતસિંહ ગોહેલે સાત વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ડાકોર પોલીસે સામસામી ફરિયાદ લઇ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...