દુકાનમાં તસ્કરો ત્રાટક્યા:પેટલાદ રોડ ઉપર આવેલી ઇલેકટ્રીકની દુકાનમાં શટર ઊંચુ કરી તસ્કરોએ 1.30 લાખની ચોરી કરી

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દુકાન માલિકે નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

નડિયાદના પેટલાગ પીપલગ ચોકડી રોડ ઉપર આવેલા અંબિકા ઇલેક્ટ્રીક દુકાનમાં ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. આ બનાવની જાણ દુકાન માલિકને થતા તેમને સ્થાનિક પોલીસને જાણ કરી હતી. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, પેટલાદ ચોકડી થી પેટલાદ રોડ ઉપર આવેલા અંબિકા ઇલેક્ટ્રીક દુકાનમાં અજાણ્યા ચોર ઇસમે ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

આ બનાવની જાણ દુકાન માલિકને થતા માલિક સમગ્ર બનાવ અંગે સ્થાનિક પોલીસને જાણ કરી હતી. જ્યારે દુકાન માલિકે દુકાનમાં રહેલા સામાનની તપાસ કરતા ચાર વોશિંગ મશીન,ચાર એલ.ઈ.ડી ટીવી,એક ઓવન અને એક ફ્રીજ કુલ મળી કિ રૂ 1.30 લાખની મત્તાની ચોરી થઈ હોવાનું માલૂમ પડ્યુ હતુ. આ બનાવ અંગે દુકાન માલિકે નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે અજાણ્યા ચોર ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...