આજા ફસાજા:ત્રણ કલાકમાં 10 ગણાની લાલચમાં ઠાસરાના યુવકે 60 હજાર ગુમાવ્યા

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સોશિયલ મીડિયા પર જાહેરાત જોઇ સંપર્ક કર્યો
  • રોકેલા નાણામાંથી બિટકોઇન લીધાનું કહી ટ્રાન્સફર કરવા બીજા નાણાં માગ્યા

ઇન્સ્ટાગ્રામ પર ત્રણ કલાકમાં રૂા.60 હજારના 6 લાખ કરવાની જાહેરાત જોઇ લલચાયેલા ઠાસરાના યુવકે રૂા. 60 હજાર ગુમાવ્યા હતા. ઠાસરાના સેવાપૂરામાં રહેતા 22 વર્ષીય મિથિલેશ ભોઇઅે ઇન્સ્ટાગ્રામ પર 3 કલાકમાં રૂ 60 હજારના રૂ 6 લાખ થયા હોવાની જાહેરાત જોઇ હતી. તેથી તેને તે આઈડી પર મેસેજ કર્યા બાદ વાતચીત થતાં આઇડી ધારકે 3 કલાકમાં 60 હજારના રૂ 6 લાખ કરી આપવાનો વિશ્વાસ આપ્યો હતો. આ બાદ મિથિલેશ પાસે બીનાન્સ એપ ડાઉનલોડ કરાવી આઇડી બનાવ્યું હતું.

જે બાદ બીનાન્સ એપ દ્વારા વોટ્સએપમાં મેસેજ આવ્યો હતો જેમાં રૂ 60 હજારની બીટકોઈન એપમાં જોવા મળ્યા હતા. જે પૈસા તેમના ખાતામાંથી રૂ 50 હજાર અને રૂ 10 મળી બે ટ્રાન્ઝેકશન થકી રૂ 60 હજાર કપાયા હતા. આ બાદ વોટ્સએપ પર એક લીંક આપી જણાવ્યુ હતુ કે આ લીંક પર બીટકોઇન ટ્રાન્સફર કરી દો, જેથી મિથિલેશ ટ્રાન્સફર કરી આપેલ વેબસાઇટ પર જોતા ત્રણ કલાકમાં લીધેલ બીટકોઇનનો ભાવ રૂ 6 લાખ થયો હતો. જેથી વિડ્રોલ કરવા જતા બીજો મેલ આવ્યો હતો.

તેમાં જણાવેલ કે બિટકોઇન વિડ્રોલ કરવા રૂ 1.80 લાખ ફી પેટે આપવા પડશે. જેથી મિથિલેશ કહ્યું કે મારા પૈસા ખાતામાં જમા કરાવી દો તમારી ફી ચૂકવી આપીશ કહેતા ના પાડી હતી. જેથી મિથિલેશ તેની સાથે છેતરપિંડી થઇ હોવાનું માલૂમ પડ્યુ હતુ. આ સમગ્ર બનાવ અંગે ડાકોર પોલીસે ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવનાર, મોબાઇલ નંબર ધારક, લીંક મોકલનાર, મેઇલ એડ્રેસનો વપરાશકર્તા વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.

અન્ય સમાચારો પણ છે...