દુર્ઘટના:નડિયાદ સ્ટેશને ચાલુ ટ્રેને ઉતરતાં યુવાને અકસ્માતમાં જીવ ગુમાવ્યો

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મૃતક પાસેથી મળેલ લાયસન્સના આધારે ઓળખ થઇ

નડિયાદ રેલવે સ્ટેશન ખાતે એક યુવકનું ટ્રેન નીચે આવી જતા મોત નીપજ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ બનાવની જાણ સ્થાનિક રેલ્વે પોલીસને થતા પોલીસ બનાવ સ્થળે દોડી આવી હતી. યુવક પાસેથી મળી આવેલ લાયસન્સના આધારે યુવકની ઓળખ થઇ હતી. આ અંગે નડિયાદ રેલ્વે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

શુક્રવારની મોડી રાતે 3 વાગ્યાનાં અરસામાં મુંબઈ થી અમદાવાદ તરફ જતી લોકશક્તિ એક્સપ્રેસ ટ્રેન નડિયાદ રેલ્વે સ્ટેશન ઉપર આવી હતી. તે સમયે એક ઇસમ ટ્રેનમાંથી ઉતરવા જતા બેલેન્સ ગુમાવતા યુવક ટ્રેન નીચે આવી જતા મૃત્યુ નિપજયુ હતુ. આ બનાવની જાણ નડિયાદ રેલ્વે પોલીસને થતા રેલ્વે પોલીસ બનાવ સ્થળે દોડી આવી હતી.

આ બાદ મૃતક યુવકની તલાશી લેતા તેની પાસેથી લાયસન્સ મળી આવ્યો હતો. જેમાં યુવક નડિયાદ શહેરના રોયલ આર્કેડમાં રહેતા અનમોલ રાજેશભાઇ શાહ રહે,અમનોલ એવન્યુ નડિયાદ હોવાનુ બહાર આવ્યુ હતુ. આ બાદ રેલ્વે પોલીસે યુવકના મૃતદેહને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગેની જાણ પરિવારજનોને કરતા તેઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. યુવકનુ પોસ્ટમોર્ટમ બાદ યુવકના મૃતદેહને પરિવારને સોંપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...