રજૂઆત:વાસ્મોના કર્મીઓએ ખેડા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી વિવિધ માંગણીઓ પૂરી કરવા માંગ કરી

નડિયાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

નડિયાદ કલેક્ટર કચેરી જઈને વાસ્મો કર્મચારી કલ્યાણ સંગઠન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને વિવિધ માંગણીઓ પૂરી નહીં થાય તો આગામી સમયમાં આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

મુખ્યમંત્રીને સંબોધી‌ આવેદનપત્ર લખાયું
ખેડા જિલ્લા કલેકટરને વાસ્મો કર્મચારીએ કલ્યાણ સંગઠન દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે વાસ્મોની રચના વર્ષ 2002માં થઈ હતી. ત્યારથી જોડાયેલા કર્મચારીઓને ત્રણ-ત્રણ વર્ષના અંતરે કરાર કરી આપવામાં આવતા હતા. પરંતુ વર્ષ 2014 થી 11 માસના કરાર કરવામાં આવી રહ્યા છે. એમાં એક દિવસનો બ્રેક પણ આપે છે. વર્ષોથી કામ કરતા કર્મચારીઓને અન્યાય થઈ રહ્યો છે. ત્યારે તેમની માંગણીઓને પૂરી કરવામાં આવે તેવી અમારી માગણી છે. મુખ્યમંત્રીને સંબોધી‌ લખેલા આવેદનપત્રમાં નીચે મુજબની માગણીઓ રજૂ કરવામાં આવી છે.

માગણીઓ
વાસ્મોની વર્ષ 2002માં થયેલ રચના સમયે વાસ્મોએ પોતે જ પોતાના કર્મચારીઓના હિત માટે બનાવેલ " વાસ્મો સર્વિસ રૂલ્સ 2002 " નુ પાલન કરવામાં આવે અને તમામ કર્મચારીઓને એ મુજબના લાભો શરૂઆતથી જ આપવામાં આવે. વિવિધ સરકારી વિભાગોમાં સમાન પ્રકારની કામગીરી કરતા સરકારી કર્મચારીઓને મળતા વિવિધ લાભો સહિત " સમાન કામ સમાન વેતન " મુજબના લાભો આપવામાં આવે. પીવાના પાણી માટેની સતત ચાલતી આ કામગીરી હોવાથી અમોને નિયમિત કર્મચારીનો દરજ્જો આપવો. ,દરેક કર્મચારીઓને પી.એફ નો લાભ શરૂઆતી આપવામાં આવે અને મળવાપાત્ર ગ્રેજ્યુએટી તેમજ સમયસર મુજબના લાભો આપવામાં આવે., સર્વિસ રુલ્સને ધ્યાને લઇને પોષ્ટવાઇઝ પગાર ધોરણ નક્કી કરવામાં આવે અને દર ત્રણ વર્ષે નિયમિત રીતે પોષ્ટ અપગ્રેડેશન માટેનો લાભ કર્મચારીઓને જોડાયેલ છે, તે ત્યારના સમયગાળાથી આપવામાં આવે તેમજ પ્રવર્તમાન ધોરણો મુજબના પ્રવાસ ભથ્થા અને ચાર્જ એલાઉન્સની ચુકવણી કરવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...