હરિયાળી ક્રાંતિ તરફ‌ કૂચ:ગ્રીન સીટી નડિયાદને વધુ હરિયાળી બનાવવા માટે 10 હજાર સિડ બોલ્સ બનાવવાની કામગીરી પુરજોશમાં

નડિયાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
સીડ બોલ બનાવતા વિદ્યાર્થીઓની પર્યાવરણના જતન માટેની લગન - Divya Bhaskar
સીડ બોલ બનાવતા વિદ્યાર્થીઓની પર્યાવરણના જતન માટેની લગન
  • ચોમસાની ઋતુ દરમિયાન નડિયાદની આસપાસ આ સિડ બોલ્સ ફેકાશે
  • લીમડો, કરંજ, બોરસલ્લી, જાંબુ, બોરડા, લીંબુ, વગેરે જેવા વૃક્ષોના બીજના સમાવેશથી ખેડા જિલ્લો હરિયાળો બનશે

5મી જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ. સમગ્ર વિશ્વમાં આજે આ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે ખેડા જિલ્લામાં પણ તેની ઉજવણી કરવામાં આવી છે. પ્રકૃતિ પ્રેમીઓએ વૃક્ષારોપણ કરી વૃક્ષોને જતન કરવા જાહેર અપીલ કરી છે. સાથે સાથે કેટલીક ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા આ દિનની અનોખી ઉજવણી કરવામાં આવી છે. જેમાં આનંદ આશ્રમ ખાતે સિડ બોલ્સ બનાવી ગ્રીન સીટી નડિયાદને વધુ હરિયાળી બનાવવા સંકલ્પ કરાયો છે.

જે.એસ. આયુર્વેદિક કોલેજ, પી. ડી. પટેલ આયુર્વેદિક હોસ્પિટલ, IQAC NSS યુનિટ દ્વારા સ્વામી મુદિત્વાનંદ સરસ્વતીજી દ્વારા સંચાલિત "આનંદ આશ્રમ" ખાતે પ્રબુદ્ધ નાગરિક, આનંદ યોગ કેન્દ્ર, મિશન ગ્રીન સહિત અન્ય સંસ્થાના 100 વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો તથા નગરજનો દ્વારા લગભગ 10 હજાર સીડ બોલ્સ બનાવવામાં આવ્યા છે. જેમાં લીંબડો, કરંજ, બોરસલી, જાંબુ, બોરડા, લીંબુ, વગેરે જેવા વૃક્ષોના બીજનો સમાવેશ થાય છે.

આ સીડ બોલ્સ ચોમાસા દરમિયાન નડિયાદના આજુ બાજુના વિસ્તારોમાં ફેંકવામાં આવશે. જેનાથી નડિયાદ વધુ હરિયાળો બનશે.‌ ગ્રીન સીટી નડિયાદમા મિશન ગ્રીન અંતર્ગત કેટલીક સામાજિક શૈક્ષણિક સંસ્થાઓ તથા વ્યક્તિગત લોકો પણ કામ કરી રહ્યા છે. જે નડિયાદને હરિયાળું બનાવવા તથા લોકોને જાગૃત કરવાનું કામ કરી રહ્યા છે. પર્યાવરણ સુરક્ષા તથા ઔષધીય વૃક્ષોના ઉછેર માટે આ એક નૂતન અભિગમ છે. સમાજ દ્વારા આ નૂતન અભિગમ ગણી શકાય છે.

અમારો ઉદ્દેશ નડિયાદને ગ્રીનસિટી બનાવી ભાવિ પેઢીને અખૂટ કુદરતી ઓક્સિજનની ભેટ આપવાનો છે
નડિયાદને હરિયાળું બનાવવા માટે વિશ્વ પર્યાવરણ દિવસે સીડ બોલ બનાવવાના વર્કશોપનું અમે આયોજન કર્યું છે. પડતરૂ ભૂમિમાં લીમડો, કરંજ, બોરસલ્લી, દરડા જેવા ઔષધીય વૃક્ષોને અમે સીડ બોલ દ્વારા ઉગાડવાનો પ્રયાસ કર્યો છે. અમારો ઉદ્દેશ નડિયાદ શહેરને ગ્રીન બનાવવાનો છે. નડિયાદની ભાવિ પેઢીને કુદરતી અખૂટ ઓક્સિજનની ભેટ આપવા પર્યાવરણનું જતન કરવું જરૂરી છે. - પૂ.સ્વામી મુદિત્વાનંદ સરસ્વતીજી, આનંદ આશ્રમ, નડિયાદ

છાણીયું ખાતર, માટી, બીજથી બોલ બનાવાય છે, વૃક્ષારોપણના નવા પ્રયાસને 40 ટકા સફળતા મળી છે
અમે છાણીયુ ખાતર, અને માટીથી બોલ બનાવીયે છે. જેમાં 3 બીજ નાખી દેવાના, પછી તેને છાયડામાં સુકવી દેવાના. જે લાડવા અમે હંમેશા અમારી પાસે રાખીયે છે, અને અનુકુળતાએ તેને યોગ્ય જગ્યા પર થ્રો કરતા હોઇએ છીએ. જે બાદ અમારા સ્ટુડન્ટ દ્વારા તેનું સતત મોનીટરીંગ પણ કરતું હોય છે, જેમાં અત્યાર સુધી 40 ટકા સફળતા મળી છે. - ડો.પ્રદીપ વૈષ્ણવ, ડાયરેક્ટર, આયુર્વેદિક કોજેલ

અન્ય સમાચારો પણ છે...