વિવાદ:છોકરા લઈ જતી મહિલા બાઈકનો હોર્ન મારવા છતાં ન ખસતાં ઝઘડો

નડિયાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઠાસરા તાલુકાના ખીજલપુર વાંટા ગામે બનેલો બનાવ
  • પોલીસે સામ સામે ફરિયાદ લઇ 6 સામે ગુનો નોંધ્યો

ઠાસરાના ખીજલપુર વાંટામાં રહેતા અશોકભાઇ સોલંકીનો દિકરો અતુલ તા.8 મે ના રોજ બાઈક લઈને ઘરે આવતો હતો. તે સમયે ફળીયામાં રહેતા રીનાબેન નાના છોકરાઓ લઇ રસ્તા વચ્ચે જતા હતા. જેથી અતુલ બાઇકનો હોર્ન વગાડવા છતા રસ્તામાં ન ખસતા રીનાબેનને ઠપકો આપતા તેઓ એકદમ ઉશ્કેરાઈ જઇ ગમે ગાળો બોલવા લાગ્યા હતા. જેથી અતુલના માતા લવિંગાબેન ઘરમાંથી દોડી આવી રીનાબેનને ઠપકો કરતા તેઓને પણ ગમે તેમ ગાળો બોલી સ્ટીલની બોટલ મારી ઇજા પહોંચાડી હતી.

આ બનાવ અંગે અશોકભાઇ લાભૂભાઇ સોલંકીએ ડાકોર પોલીસ મથકે રીનાબેન લાભૂભાઇ પટેલીયા અને લાભૂભાઇ જેસાભાઇ પટેલીયા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. જ્યારે સામાપક્ષે લાભૂભાઇ જેસીંગભાઇ પટેલીયાએ અતુલભાઇ અશોકભાઈ સોલંકી, અશોકભાઇ લાભૂભાઇ સોલંકી, કેતનભાઇ સોલંકી અને લવિંગાબેન અશોકભાઇ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. જ્યારે ડાકોર પોલીસે સામસામી ફરિયાદો લઇ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...