માનવતાની દિવાલ:નડિયાદ નગર યુવા સમાજ દ્વારા માનવતાની દિવાલ ખુલ્લી મુકાઇ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સંતરામ મંદિરના સંત નિર્ગુણદાસજી મહારાજે માનવતાની દિવાલનું ઉદ્ઘાટન કરીને આશિર્વાદ પાઠવ્યા હતા. માનવતાની દિવાલ ખાતેથી ગરીબ જરુરતમંદો કપડાં અને અન્ય જરુરીયાતની ચીજ વસ્તુઓ ફ્રીમાં પ્રાપ્ત કરી શકશે. સંસ્થાના પ્રમુખ હરીશભાઈ પટેલે નગર નડિયાદની પરગજુ અને સેવાભાવી જનતાને પોતાની પાસેના વધારાના કપડાં કે જીવનજરૂરી ચીજ વસ્તુઓમાનવાતાની દિવાલ ખાતે મૂકી જવા માટે અપીલ કરી છે. આ પ્રસંગે અતિથી ગૌરાંગભાઈ મ્યુનિ કાઉન્સિલર, ગૌતમભાઈ બ્રહ્મભટ્ટ, ઈકબાલ મેમણ,ડૉ.આસ્થાબહેન, જાગૃતિબહેન પટેલ,મયુદીન મોમીન તથા ભારતસિંહ પરમાર ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...