નડિયાદ થી ખેડા તરફ જતા રસ્તે પવનચક્કીના પાંખીયા લઇ જતી ટ્રકો અવારનવાર જોવા મળે છે. આવી જ એક ટ્રક મંગળવારે મોડી રાત્રે હાલોલ અલીન્દ્રા થી ખંભાળીયા જવા નીકળી હતી. જેને ડભાણ પાસે અકસ્માત સર્જાયો હતો. સમગ્ર મામલે નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર તા.9 મે ના રાત્રે હાલોલ અલીન્દ્રા થી જરમંતસિહ જાટ ઉ.29 રહે. ખંભાળીયા જવા નીકળ્યા હતા. દરમિયાન ડભાણ ગૂરૂકુળ પાસે તેમની કંપનીની પવન ચક્કીનું પાંખીયુ લઈ જતી ટ્રક રોકાયેલ હોય, તેઓ પણ પોતાની ગાડી સાઈડ કરી ચા-પાણી કરવા રોકાયા હતા.
ચા-પાણી કર્યા બાદ મોડી રાત્રે તમામ સ્ટાફ રોડની સાઈડમાં ઉભો હતો દરમિયાન વડોદરા થી ખેડા તરફ પુર ઝડપે આવતી ટ્રક નં.જીજે.36. ટીઇ.3394 ના ચાલકે પોતાની ટ્રક પરનો કાબુ ગુમાવતા રોડની સાઈડમાં પાંખીયા ભરીને ઉભેલી જરમંતસિહ જાટની ટ્રક સાથે અથડાવી હતી. જે ઘટનામાં ટ્રકમાં મુકેલ પનવ ચક્કીનું પાંખિયા ચિરાઈ ગયું હતું. પવન ચક્કીનું પાંખીયુ ચિરાઈ જતા રૂ.30 લાખ જેટલું નુકસાન થયું હતું. જે બાબતે જસવંતસિહ નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે સમગ્ર ઘટના અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.