કાર્યવાહી:દુકાનના ટેબલ પરથી રૂપિયા 90 હજારની મતા ભરેલા પર્સની ચોરી

નડિયાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કપડવંજના સુથારવાડા ચકલામાં બનેલી ઘટના
  • રિક્ષામાં આવેલા 3 પૈકી ડ્રાઇવરે ચોરીને અંજામ આપ્યો હોવાનું ખુલ્યું

કપડવંજના સુથારવાડા ચકલામાં રહેતા સુલોચનાબહેન સુથાર પરિવાર સાથે રહી ખાતર તથા બિયારણની ભૂમિ ફર્ટીલાઇઝર નામની દુકાન ચલાવે છે. 7મીના રોજ દુકાન પર બેસતા અરવિંદભાઈને જમવા જતા સુલોચનાબહેન બેઠા હતા. તે સમયે બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં 30 થી 40 વર્ષની વય ધરાવતા એક ઇસમ દુકાન પર આવી ખાતર અને બિયારણનો ભાવ પૂછ્યો હતો તે સમયે પૈસા મૂકવાનું પાકીટ ટેબલ પર પડ્યું હતું.

સુલોચનાબહેન બાજુની દુકાનમાં ખાતર અને બિયારણનો ભાવ પૂછવા જતા અજાણ્યા ઈસમ ટેબલ પર મૂકેલ પાકીટ લઇ ફરાર થઇ ગયો હતો. ભાવ પૂછીને પરત આવતા સુલોચનાબેનને ટેબલ પર પડેલ પાકીટ જોવા મળ્યું ન હતું. જેની તપાસ કરતા પાકીટમાં રોકડ રૂ 90 હજાર હતા. આ બાદ આસપાસના સીસીટીવી કેમેરા જોતા એક રીક્ષામાં ત્રણ ઇસમો આવ્યા હતા જેમાં રીક્ષા ચાલક દુકાને આવી ભાવ તાલ પૂછી નજર ચૂકવી પાકીટ લઇ ગયો હોવાનું જણાઇ આવ્યું હતું. ફરિયાદના આધારે કપડવંજ ટાઉન પોલીસે ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...