ધરપકડ:કપડવંજમાં એક મહિના અગાઉ થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો, ત્રણ ઝડપાયા

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 7 જિલ્લામાં ચોરી કર્યાંનું ખુલ્યું, પોલીસે 9.32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

કપડવંજ સ્થાનિક પોલીસે એક મહિના અગાઉ થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો છે.આ સાથે સાત જિલ્લામાં આઠ જગ્યાઓ પર થયેલ ચોરીનો પણ ભેદ ઉકેલ્યો છે. પોલીસ ટીમે ત્રણ ઘરફોડ ચોરને કુલ રૂ 9 લાખ 32 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.કપડવંજ શહેરની ગંગોત્રી સોસાયટીમાં તા 7 જૂનના રોજ 1 લાખ 25 હજારની મત્તાની ચોરી થઇ હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. આ અંગે દિનેશભાઇ રોહીતની ફરિયાદ આધારે પોલીસ ટીમે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ બનાવ અંગે સ્થાનિક પોલીસની ટીમ સીસીટીવી ફુટેજ,મોબાઇલ ટાવરના ડેટા અને શકમંદોની ઓળખ શરૂ કરી હતી.જેમાં મોબાઇલ ડેટાના આધારે તેમજ અન્ય માહિતી દ્વારા સાહીલહુસેન સૌકતહુસેન કુરેશી,કામીલમીયા ઉર્ફે કાકા બસીરમીયા મલેક,હુસેન ઉર્ફે તીડીયો ગફુરભાઇ ભઠ્ઠીને રાઉન્ડઅપ કરી પૂછપરછ કરી હતી.પોલીસ ટીમે સઘન પૂછપરછ કરતા સોના-ચાંદીના દાગીના કિ રૂ 1 લાખ 7 હજાર,મોબાઇલ ફોન નંગ-3 કિ રૂ 25 હજાર,ગાડી કિ રૂ 8 લાખ મળી કુલ રૂ 9 લાખ 32 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

8 ચોરીના ભેદ પોલીસે ઉકેલ્યાં
કપડવંજ સ્થાનિક પોલીસે ઝડપી પાડેલ ઘરફોડ ચોરી કરતી ગેંગના 3 સભ્યોની પૂછપરછ કરતા કપડવંજ, બાલાસિનોર, વિરપુર, મોડાસા સીટી, પેટલાદ અને આણંદમાં થયેલ કુલ-8 ચોરીનો ભેદ ઉકેલ્યો છે.

અન્ય સમાચારો પણ છે...