કઠલાલ ચોકડી પર અકસ્માત:દાદી- પિતાની નજર સામે જ પાંચ વર્ષના બાળક પર ટેમ્પો ફરી વળ્યો

નડિયાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ટેમ્પોની ટક્કરે બાઇક પર જતો પરિવાર રોડ પર પટકાયો

કપડવંજના અગ્રાજીના મૂવાડામાં રહેતા કાળુસિંહ સોલંકી ગુરૂવાર બપોરના 12:30 વાગ્યાના અરસામાં બાઇક પર માતા કમળાબેન અને તેમના પુત્ર કુણાલ ઉં.4ને બેસાડી કઠલાલના અભ્રીપુર જવા નીકળ્યા હતા. નજીકમાં હોળીનો તહેવાર આવતો હોવાથી બહેનના ઘરે ખજૂર અને ઘાણી આપવા માટે જતા હતા. દરમિયાન ગુરુવારે બપોરના 1:30 વાગ્યાના અરસામાં કપડવંજ-નડિયાદ રોડ પરની કઠલાલ ચોકડી ઉપર પસાર થતા હતા.

તે સમયે આઇસરના ચાલકે બાઇકને પાછળથી અડફેટે મારી અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા બાઇક પર સવાર ત્રણેય વ્યક્તિ રોડ પર પટકાતા કૃણાલ ઉં.4 પર આઇસર પસાર થઇ જતા બનાવ સ્થળે કરૂણ મોત નિપજયુ હતુ. જ્યારે માતા કમળાબેને અને પુત્ર કાળુસિંહને શરીરે ઈજા પહોંચી હતી. આ સમગ્ર બનાવ અંગે કઠલાલ પોલીસે આઇસરના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...