• Gujarati News
  • Local
  • Gujarat
  • Kheda
  • Nadiad
  • The Temple Procession Will Be Closed On The Day Of Poonam In Dakor Temple, The Real Temple Will Open At 5 In The Morning And Mars Aarti Will Be Held At 5:15 In The Morning.

અષાઢ સુદ પૂનમના દર્શનનો કાર્યક્રમ:ડાકોર મંદિરમાં પૂનમના દિવસે મંદિરની પરીક્રમા બંધ રહેશે, સવારે 5 કલાકે નીજ મંદિર ખુલી 5:15 કલાકે મંગળા આરતી થશે

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોવિડ-19ની ગાઇડલાઇન મુજબ પાલન કરી મંદિર પ્રવેશ કરવાનો રહેશે

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં પૂનમના દિવસે દર્શન કરવા માટેનો સમય સેવકો અને મેનેજરે સાથે મળીને નક્કી કરવામાં આવ્યો છે. તેમજ પૂનમ દિવસ દરમિયાન મંદિર પરિક્રમા બંધ રાખવામાં આવશે. પુનમના દિવસે બહારના રાજભોગ, ગાયપૂજા અને તુલા પણ બંધ રાખવામાં આવશે. કોવિડ-19ની ગાઇડલાઇન મુજબ પાલન કરી મંદિર પ્રવેશ કરવાનો રહેશે. ધજા લઇ મંદિર પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં. ધજા મંદિરના મુખ્ય દરવાજાની બહાર જમા કરાવવાની રહેશે. તેવુ નક્કી કરવામાં આવ્યુ છે.

બપોરે 1થી 1:30 ઠાકોરજી રાજભોગ તથા મહાભોગ આરોગશે
આ અંગેની વધુ માહિતી જોવામાં આવે તો, અષાઢ સુદ 15 (પુનમ) 13 જૂલાઈને બુધવારના રોજ ડાકોરના રણછોડરાયજી મહારાજના દર્શનના સમય સેવક આગેવાન ભાઇઓ અને મેનેજરે નક્કી થયા મુજબ સવારે 5 કલાકે નીજ મંદિર ખુલી 5:15 કલાકે મંગળા આરતી થશે. 5:15થી 8:30 સુધી વૈષ્ણવો માટે દર્શન ખુલ્લા રહેશે, 8:30થી 9:00 સુધી ઠાકોરજી બાલભોગ, શ્રુંગારભોગ, ગોવાળભોગ ત્રોય ભોગ 9:00 વાગે શ્રુંગાર આરતી થશે. 9થી 1 સુધી દર્શન ખુલ્લા રહેશે, 1થી 1:30 ઠાકોરજી રાજભોગ તથા મહાભોગ આરોગવા બીરાજશે દર્શન બંધ રહેશે. 1:30 વાગે મહાભોગ આરતી થશે. 1:30 થી 2:30 સુધી દર્શન ખુલ્લા રહેશે. ત્યરાબાદ ઠાકોરજી અનુકુળતાએ પોઢી જશે. બપોર 3:45 વાગે નીજમંદિર ખુલી 4 વાગ્યે ઉત્થાપન આરથી થશે 4 વાગે દર્શન ખુલ્લા થઇ નીત્યક્રમાનુસાર સેવાપૂજા થઇ ઠાકોરજી અનુકુળતાએ પોઢી જશે.

ધજા મંદિરના મુખ્ય દરવાજાની બહાર જમા કરાવવાની
આમ પૂનમ દિવસ દરમ્યાન મંદિર પરિક્રમા બંધ રાખવામાં આવેલ છે. પુનમના દિવસે બહારના રાજભોગ, ગાય પૂજા અને તુલા બંધ રાખવામાં આવેલ છે. કોવિડ-19ની ગાઇડલાઇન મુજબ પાલન કરી મંદિર પ્રવેશ કરવાનો રહેશે. ધજા લઇ મંદિર પ્રવેશ કરવા દેવામાં આવશે નહી ધજા મંદિરના મુખ્ય દરવાજાની બહાર જમા કરાવવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...