વિરોધ:નડિયાદ કોલેજના અધ્યાપકોએ જૂની પેન્શન યોજનાની માંગને લઈ વિરોધ પ્રદર્શન કર્યું

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષણ દિવસ નિમિત્તે માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું

ધી નડિયાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સી. બી. પટેલ આર્ટસ કોલેજ, નડિયાદમાં આજરોજ શિક્ષક દિન નિમિત્તે અધ્યાપક સહાયકોએ કાળા કપડા અથવા કાળી પટ્ટી પહેરીને સરકારની જૂની પેન્શન યોજના ફરીથી લાગુ કરવા માટે માંગ કરી હતી.

ફિક્સ પગારમાં વધારો કરવામાં આવે
સરકારની ફિક્સ પગારની નીતિ તેમજ સાતમા પગાર પંચ લાગુ ન કરવાના કારણે અધ્યાપક સહાયકોએ આજ વિશેષ દિન નિમિત્તે વિરોધ પ્રદર્શન કર્યું હતું. અધ્યાપક સહાયકોની પાંચ વર્ષની નોકરી સળંગ ગણવામાં આવે, જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે તેમજ ફિક્સ પગારમાં વધારો કરવામાં આવે જેવી બાબતોની માંગ સાથે નડિયાદ સી બી પટેલ આર્ટસ કોલેજના અધ્યાપકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...