છેતરપિંડી:શિક્ષિકાએ લિંક પર ક્લિક કરતા ખાતામાંથી 43 હજાર ઉપડી ગયા

નડિયાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વસોની શિક્ષિકાને ક્રેડિટ કાર્ડ અાપવાનું કહી છેતરપિંડી

વસોના ટુડેલમાં રહેતા 42 વર્ષીય શિક્ષીકા ક્રેડિટ કાર્ડ લીધા બાદ મેસેજમાં આપેલી લિંક પર ક્લિક કરી વિગત ભરતા ખાતામાંથી રૂ 43 હજાર ઉપડી ગયા હતા. વસોના ટુડેલમાં રહેતા 42 વર્ષીય મહિલા શિક્ષિકાને છેલ્લા પંદર વર્ષથી બજાજ ફાયનાન્સમાંથી વારંવાર ચીજ વસ્તુઓની ખરીદી કરતા હતા.દરમિયાન દોઢેક માસ અગાઉ એક મોબાઇલ ધારકે ફોન કરી કહ્યુ હતુ કે તમને બજાજ ફાઇનાન્સ ક્રેડિટ કાર્ડની ઓફર કરે છે, ત્યાર બાદ દક્ષ સોલંકી નામનો યુવક ક્રેડિટ કાર્ડ અંગેની જાણકારી આપવા ઘરે આવ્યો હતો અને આધાર પુરાવા લઇ ગયો હતો.

11 ડિસેમ્બરે મહિલાના નામથી કુરીયર આવ્યુ હતુ.અને તેજ દિવસે એક મેસેજ આવ્યો હતો જેમાં પાર્સલ મળી જવાની વિગત અને ક્રેડિટ કાર્ડ કેવી રીતે ચાલુ કરવુ તે માટે એક લિંક આપી હતી.જે લિંક ખોલતા તેમાં એક વિડિયો ખૂલ્યો હતો અને તેમાં જણાવેલ વેબસાઇટ પર જઇ ક્રેડિટ કાર્ડની વિગતો ભરી હતી.દરમિયાન એક મોબાઇલ ધારકે ફોન કરી ક્રેડિટ કાર્ડની વિગતો પૂછતા કહેતા ફોન કટ થઇ જતા એક મેસેજ આવ્યો હતો જેમાં રૂ 43,752 પેટીએમમાં ખર્ચ કરેલા બતાવ્યા હતા. શિક્ષિકાઅે બે અજાણ્યા મોબાઇલ ધારકો સામે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...