ગણપતિ વિસર્જન:નડિયાદમાં મોડી રાત સુધી શ્રીજી પ્રતિમાનું વિસર્જન થશે

નડિયાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2 વર્ષ બાદ આજે શહેરમાં ગણપતિ વિસર્જનને લઈ મોટી સંખ્યામાં શોભાયાત્રાઓ નીકળશે

નડિયાદ શહેરામાં શુક્રવારના રોજ ગણેશ વિસર્જનને લઈ નડિયાદ શહેરમાં ભક્તો અને તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. શહેરમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં મોટી કેનાલ અને બિલોદરા સ્થિત શેઢી નદીમાં વિસર્જન માટે ત્રિસ્તરીય વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ત્યારે શુક્રવારે બપોર થી જ જિલ્લાભરમાં વિસર્જનની યાત્રાઓ શરૂ થઈ જશે.

ગત બે વર્ષ દરમિયાન કોરોનાની અસરને લઈ ધૂમધામ પૂર્વક યાત્રાઓ નીકળી ન હતી. પરંતુ આ વર્ષે દરેક મંડળો દ્વારા ધૂમધામ પૂર્વક શ્રીજીને વિદાય માટે તૈયારીઓ કરી દેવાઈ છે. ત્યારે મોટી સંખ્યામાં ભક્તો ગણેશ વિસર્જનમાં ઉમટી પડશે. કોરોના કાળ પહેલા નડિયાદની મોટી નહેર પર રાત્રીના 2 વાગ્યા સુધી ગણેશ વિસર્જન ચાલતા હતા, કંઈક એવા જ દ્રશ્યો આ વર્ષે પણ જોવા મળશે તે નક્કી છે.

ફાયર બ્રિગેડને પણ આ બાબતની જાણ હોઈ કોલેજ રોડ કેનાલ અને પીજ રોડ કેનાલ પર હેલોજન લાઈટો લગાવવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. શુક્રવારે સવારથી જ અહીં હાઈડ્રા ક્રેનો પણ આવી જશે. જેના દ્વારા મોટી મૂર્તિઓને કેનાલમાં વિસર્જિત કરવામાં આવશે.

વાહન વ્યવહાર માટે 10 માર્ગો પ્રતિબંધિત કરાયા
શુક્રવારે ગણેશ વિસર્જનને લઈ બપોરથી જ મોટી સંખ્યામાં શોભાયાત્રાઓ શરૂ થશે. જે શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થતી હોય ટ્રાફિક જામ ન થાય તે માટે અધિક કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડી કેટલાક માર્ગો પ્રતિબંધીત જાહેર કરાયા છે.

નડિયાદ શહેરમાં પ્રતિબંધિત કરાયેલા માર્ગો
{ એસ.ટી. બસ સ્ટેન્ડ થી મહાગુજરાત સર્કલ, થઈ કોલેજ રોડ કેનાલ તરફ { પીજ ભાગોળ થી જુની જયંત શાહ હોસ્પિટલ તરફ { માઈ મંદિર થી ગરનાળા નીચે થઈ સંતરામ મંદિર તરફનો માર્ગ { વૈશાલી સીનેમાંથી શાક માર્કેટ તરફ આવતો માર્ગ { મોટા કુંભનાથ રોડ, વીકેવી, સંતરામ સોસાયટી તરફથી સંતરામ રોડ તરફનો માર્ગ { મહાગુજરાત થી રેલ્વે સ્ટેશન તરફનો રસ્તો { ડુમરાલ બજાર થી સંતરામ તરફનો રોડ { ચકલાસી ભાગોળ ત્રણ રસ્તાથી શીતલ સિનેમા થઈ મહાગુજરાત તરફનો રોડ { ભુમેલ ચોકડી થી ઉત્તરસંડા, ડીમાર્ટ થઈ કોલેજ રોડ તરફનો રોડ { પીપલગ ચોકડી થી સરદાર પટેલ બ્રીજ થઈ વાણીયાવાડ સર્કલનો રોડ વાહન વ્યવહાર માટે પ્રતિબંધિત રહેશે.

વાહન ચાલકો માટે વૈકલ્પિક માર્ગ ઉભા કરાયા
{ એસ.ટી. બસ સ્ટેશનથી શ્રેયસ ગરનાળા થઈ આર.ટી.ઓ થઇ આગળ જશે { મહાગુજરાત સર્કલ થી ડાકોર રોડ, ચકલાસી ભાગોળ, મરીડા રોડ થી આવતો વાહન વ્યવહાર ચકલાસી ભાગોળથી મરીડા રોડ કનીપુરા નાકા થઈ આગળ જશે. { મોટા કુંભનાથ રોડ થી વીકેવી રોડ, સંતરામ રોડ તરફ આવતો વાહન વ્યવહાર વિટ્ઠલ કન્યા વિધાલય થઈ નવી આંખની હોસ્પિટલ પાસેથી મહાગુજરાત ત્રણ રસ્તા થઈ આગળ વધશે { ભુમેલ ચોકડીથી નડિયાદ તરફ આવતો વાહન વ્યવહાર નં.હા.નં.8 વડતાલ ચોકડી, પીપલગ ચોકડી, પીજ ચોકડી, ભાણ ચોકડી તરફ ડાયવર્ટ થશે.

અન્ય સમાચારો પણ છે...