ફરિયાદ:ખડોલમાં લોન ભરપાઇ કરવા મામલે ભરવાડ બંધુઓ ઝઘડ્યાં

નડિયાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • નાના ભાઈને હપ્તો ભરવાનું કહેતાં વાત વણસી

કપડવંજના ખડોલ ગામે રહેતા ભરવાડ પરિવારના ભાઈઓ વચ્ચે લોન ભરવા બાબતે ઝઘડો થયો છે. વાત એટલી તો વણસી કે નાના ભાઈએ મોટા ભાઈને લાકડીથી ફટકારતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. સવાભાઈ સીધાભાઈ ભરવાડ ઉ.34 રહે. ચુસણીયા તાબે ખડોલ, તા.કપડવંજ પોતાના પિતા સીધાભાઈ ભરવાડ સાથે રહે છે.

મંગળવારના સવારના સમયે તે પોતાના ઘરે બેઠા હતા, દરમિયાન નાનો ભાઈ હરજી ભરવાડ ત્યાં આવી પહોંચ્યો હતો. અને ખેતરની લોન ભરવા બાબતે રકઝક કરવા લાગ્યો હતો. જેથી સવાભાઈએ તેને કહ્યુ હતુ કે હમણા મારી આર્થિક સ્થિતિ સારી નથી, જેથી હુ આવતા વર્ષે લોન ભરપાઈ કરી દઈશ. એટલું કહેતા જ હરજી ગુસ્સે ભરાયો અને મોટાભાઈને ગાળો બોલી, માર માર્યો અને મારી નાંખવાની ધમકી આપતા, સમગ્ર મામલે સવાભાઈ ભરવાડે કપડવંજ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...