રજૂઆત:ડાકોરના સંતોએ આનંદસાગર સ્વામી સામે કાર્યવાહી કરવા માટે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

થોડા દિવસો અગાઉ વડોદરા જિલ્લાના સોખડા ગામના સંતે પોતાના પ્રવચનમા ભગવાન શિવ મામલે જુઠાણુ બોલતા હિન્દુ ધર્મના અન્ય સાધુ સંતોની લાગણી દૂભાઈ છે. આ મામલે આજે ડાકોરના સંતોએ કાર્યવાહી કરવા માટે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે.

કાર્યવાહી કરવા માંગ
કલેકટરને અપાયેલા આ આવેદનપત્રમા જણાવાયું છે કે, થોડાક દિવસો પહેલા વડોદરા જિલ્લાના સોખડા ગામના આનંદસાગર સ્વામી દ્વારા બહાર વિદેશમા ઈલેક્ટ્રોનિક મીડિયા દ્વારા એક ધાર્મિક પ્રસંગ ઉભો કરીને ભારતમા વસતા તમામ હિંદુ કોમની લાગણી દુભાય તે રીતે પ્રવચન કર્યુ હતુ. સમાજના આરાધ્ય દેવ મહાદેવ વીશે ખોટી મનઘડક સ્ટોરી બનાવી ભગવાન શિવનું અપમાન કરીને પોતાના ધર્મને મહાન બનાવી ધર્મમાં પણ ઉચ્ચ નીચના ભેદભાવ ઉભા થાય તે રીતે સોખડા મંદિરના આનંદસાગરના ગુરુ પ્રબોધ સ્વામીએ વાણી ઉચ્ચારી છે. હળહળતુ જુઠાણુ દુનિયા ભરમાં ફેલાવીને હિંદુધર્મના તમામ લોકોની લાગણી દુભાવી છે. આથી અમે ડાકોરના સંતો માંગ કરીએ છીએ કે આનંદસાગર સ્વામી, મુખ્ય સમ્મતી આપનાર પ્રબોધ સ્વામી અને તેમાં વર્ણાવેલ વ્યક્તિ વિશેષ નિશીતભાઇ આ ત્રણેય પર સખ્ત કાર્યવાહી થાય એવી માગણી છે.

અન્ય સમાચારો પણ છે...