નડિયાદમાં હરરોજની આશરે 10 હજારથી વધુની અવરજવરવાળા શ્રેયસ ગરનાળાને જોડતા મુખ્ય રસ્તાના ડામરનું લેવલ ઉચું હોવાને કારણે વાહનચાલકોને વાહન હંકારતી વખતે પરેશાની ભોગવવાની વારી આવી હતી. ગરનાળાના રસ્તા કરતા મુખ્ય રસ્તાની ઉંચાઇ વધુ હોવાને લીધે ગાડીઓને રોડની સાઇડ પરથી વળાવતા અકસ્માત સર્જાવાની પરિસ્થીતી ઉભી થઇ હતી.
નડિયાદ શહેરના ભરચક કહી શકાય તેવા શ્રેયસ ગરનાળાના ઢાળવાળા રસ્તાનું લેવલ મુખ્ય રસ્તા કરતા ઓછું હોવાને કારણે લોકોને હાલાકી વેઠવાની વારી આવી હતી. શહેર, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન અને શહેરના બીજા મુખ્ય વિસ્તારોને જોડતા ગરનાળાનો હરરોજ આશરે 10 હજાર થી વધુ લોકો ઉપયોગ કરે છે.
ત્યારે વાહનવ્યવહારથી ભરચક એવા આ ગરનાળા કરતા મુખ્ય રસ્તો ઉંચો થઇ જતા નીચી ગાડીવાળા ચાલકોને પોતાનું વાહન સાઇડમાં લઇ વાહન વાળતા પાછળ આવતા લોકોમાં અકસ્માતની ભીતિ ઊભી થઈ હતી. ગરનાળાની બીજી તરફ શાળા અને હોસ્પીટલ હોવાને કારણે વિદ્યાર્થીઓ અને લોકોની મોટા પ્રમાણમાં અવરજવર રહેતી હોય છે. ત્યારે લોકો દ્વારા આ સમસ્યાનો વહેલી તકે નિકાલ લાવે તેવી માંગ કરવામાં આવી હતી.
ઊંચો રસ્તો હોઇ સાઇડ વળાંક લેતી વેળાએ ગાડી બંધ થતા પાછળના વાહને ઠોકતા નુકશાન
શહેરમાં દુકાન હોઇ રોજ આ રસ્તાનો ઉપયોગ કરવાનો થાય છે. ત્યારે વાહન વળાવતી વેળાએ મુખ્ય રસ્તાનું લેવલ ઉંચુ હોઇ મારે સાઇડમાંથી વાહન વળાવું પડે છે. ત્યારે થોડા દિવસ પહેલા સાંજના સમયે રસ્તે પસાર થતા અચાનક વાહન બંધ થતા પાછળના વાહનની ટક્કર વાગતા વાહનને નુકશાન પહોંચ્યું હતું.> મનભાઇ સોલંકી, નડિયાદ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.