ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના કણજરીથી વડતાલને જોડતો રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં ફેરવાયો છે. જેથી વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. આ રોડનું વહેલી તકે સમારકામ કરવા લાગણી વ્યાપી છે.
નડિયાદ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે લોકોની ભારે અવરજવર રહે છે. ત્યારે કણજરીથી વડતાલને જોડતો આશરે ચાર કિમીના રોડ પર ઠેર ઠેર ઊંડા ખાડા પડી ગયા છે. આ રોડ નેશનલ નં-48 તેમજ ચકલાસી ભાલેજ જવા માટે ઓછું અંતર થતું હોય વાહનોની સતત અવરજવર રહે છે. ત્યારે આ રોડનું સમારકામ કરવા અવારનવાર રજૂઆત કરવા છતાં ડામર કામ ન થતા આ પંથકના વાહનચાલકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. આ જર્જરીત રોડનું વહેલી તકે સમારકામ કરવા પ્રબળ માંગ ઉઠી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.