મૂસાફરનો બચાવ:ગાડીએ રીક્ષાને અડફેટે લેતાં રીક્ષા પલટી ખાધી, 1 ને ઇજા

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રીક્ષા ચાલક અને મૂસાફરનો આબાદ બચાવ

ખેડા તાલુકાના મહીજથી બારેજા જતી રિક્ષાને ગાડીએ અડફેટ મારતા રિક્ષા પલટી ખાઇ ગઇ હતી. જેમાં બેઠેલ બે મુસાફરમાંથી એકને ઇજા પહોંચી હતી જ્યારે રિક્ષા ચાલક અને એક મુસાફરનો આબાદ બચાવ થયો હતો. ખેડા તાલુકાના મહીજ તળાવ ઉપર રહેતા શૈલેષભાઇ રા‌વળ મહીજ થી બારેજા પેસેન્જર રીક્ષા જી.જે.07 વાય ઝેડ 0323 ફેરવે છે.

તારીખ 18 મે ના રોજ તે બારેજા બ્રિજ નીચે પેસેન્જરની રાહ જોઈ ઉભા હતા તે સમયે તેમના ગામના હંસાબેન અને મણીબેન રીક્ષામાં બેસાડી મહીજ જવા નીકળ્યા હતા. તે સમયે લાલી ગામની સીમના પેટ્રોલપંપ નજીક પહોંચતા સામેથી આવતી ગાડી જી.જે.01 કે.ડબલ્યુ 7111 ના ચાલકે તેની ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી રીક્ષાને અડફેટ મારતા રીક્ષા પલટી ખાઇ ગઇ હતી.

જેથી રીક્ષામાં બેઠેલ હંસાબેનને ઇજા પહોંચી હતી જ્યારે મણીબેનને કોઇ ઇજા થઇ ન હતી રીક્ષાને નુકસાન પહોંચ્યું હતું. આ બનાવ અંગે શૈલેષભાઇ ગોરધનભાઇ રાવળે ખેડા પોલીસ મથકે ગાડીના ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. જ્યારે ખેડા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...