કોંગ્રેસ મુક્ત ખેડા !:વધુ 11 મોટા માથાના રાજીનામા, ગુરુવારે પૂર્વ ધારાસભ્ય, જિલ્લા પ્રમુખ સહિત 21ના રાજીનામા બાદ વધુ 11ની અલવિદાથી આંકડો 32ને આંબ્યો

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ખેડા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી રાજીનામાનો દોર ચાલી રહ્યો છે. કોંગ્રેસ પક્ષના તત્કાલિન પ્રમુખ, બાદ મહેમદાવાદના પૂર્વ ધારાસભ્ય સહિત 21 વ્યક્તિ રાજીનામા આપ્યા હતા. જેની શાહી હજી સુકાણી ન હતી ત્યારે શનિવારના રોજ અન્ય 11 વ્યક્તિએ પક્ષમાંથી રાજીનામું આપતા હાલ વરસાદી માહોલમાં રાજકીય ગરમાવો આવ્યો છે.

થોડા દિવસો અગાઉ ખેડા જિલ્લા કોંગ્રેસ પક્ષના તત્કાલિન પ્રમુખ રાજેશ ઝાલાએ પક્ષથી નારાજ થઈ પક્ષમાંથી રાજીનામું આપ્યુ હતુ. આ બાદ મહેમદાવાદ વિદ્યાનસભાના પૂર્વ ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ રાજીનામું આપતા તેની સાથે કોંગ્રેસ પક્ષના 21 જેટલા વ્યક્તિ રાજીનામું ધરી દીધા હતા.શનિવારના રોજ આ સિવાયના 11 વ્યક્તિએ કોંગ્રેસ પક્ષના સભ્યપદેથી રાજીનામું આપ્યું છે.

જેમાં ખેડા જિલ્લા કોંગ્રેસ પૂર્વ મહામંત્રી ચિરાગભાઇ રાવલ, ઠાસરાના રાણીયા જિલ્લા પંચાયત સભ્ય નાગપાલસિંહ કૃષ્ણકુમાર રાઠોડ, વસો તાલુકા પૂર્વ પ્રમુખ કનુભાઈ રાવજીભાઇ ચૌહાણ, કઠલાલ એન. એસ. યુ. આઇ પ્રમુખ જયેશસિંહ જે બારૈયા, કપડવંજ વિધાનસભા યુથ કોંગ્રેસ મહામંત્રી હર્ષ શર્મા, કઠલાલ શહેર બક્ષીપંચ મોરચાના પ્રમુખ રાજેશભાઇ એસ.પરમાર, કઠલાલ શહેર યુથ કોંગ્રેસ મહામંત્રી રવિ શર્મા, કપડવંજ વિધાનસભા મહામંત્રી પ્રકાશકુમાર બારોટ, કઠલાલ શહેર કોંગ્રેસ મહામંત્રી વિનય માયાવંશી અને કઠલાલ શહેર મહામંત્રી ચેતનસિંહ સોઢાએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યા છે.

જિલ્લા કોંગ્રેસના નવા સુકાનીની વરણી
ખેડા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી કોગ્રેસી કાર્યકરો દ્વારા એક પછી એક રાજીનામા આપવામાં આવી રહ્યા છે. આગામી સમયમાં યોજાનાર વિદ્યાનસભાની ચૂંટણીમાં પક્ષ છબી ખરડાઇ નહીં તે માટે ખેડા જિલ્લા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ તરીકે માલસિંહ રાઠોડની નિમણૂંક કરવામાં આવી છે. આગામી ચૂંટણીમાં પક્ષ કેટલી સીટ જીતીને આવે છે તે સમય બતાવશે તેવું રાજકીય પંડિતો ગણિત માંડી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...