દારૂના વેપલા પર પોલીસનો છાપો:ખેડાના રઢુમાં બુટલેગરના ઘરના બાથરૂમ અને રસોડામાં સંતાડેલો વિદેશી દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો

નડિયાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

ખેડા ટાઉન પોલીસે દારૂના વેપલા પર તવાઈ બોલાવી છે. ગતરોજ ખેડા તાલુકાના રઢુ ગામના બુટલેગરના ઘરે છાપો મારી મોટી માત્રામાં વિદેશી દારૂ સાથે એકને ઝડપી લેવાયો છે. જ્યારે આ પ્રકરણમાં જ્યાંથી દારૂ લવાતો હતો તે શખ્સનુ પણ નામ ખૂલ્યું છે. પોલીસ રૂપિયા 3 લાખ 1 હજારનો વિદેશી દારૂ સાથે બે લોકો સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.

ઘરના બાથરૂમમાં તેમજ રસોડામાંથી વિદેશી દારૂનો જથ્થો પકડી લેવાયો
ખેડા ટાઉન પોલીસના માણસો ગતરોજ પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન રઢુ ગામે આવેલ સુરસંગ મુખીવાળા ફળિયામાં રહેતા બુટલેગર અલ્પેશભાઈ રમેશભાઈ ભોઈના ઘરે મોટી પ્રમાણમાં દારૂ છૂપાવ્યો છે અને આ બુટલેગર દારૂનો વેપલો કરી રહ્યો છે તેવી માહિતી પોલીસને મળી હતી. આખી પોલીસે રાત્રે આ બુટલેગરના ઘરે છાપો મારતાં બુટલેગર અલ્પેશ રમેશભાઈ ભોઈ પોલીસના સંકજામાં આવી ગયો છે. એને સાથે રાખી તેના ઘરમાં સર્ચ હાથ ધરતા ઘરના બાથરૂમમાં તેમજ રસોડામાં સંતાડેલો ઇંગ્લિશ દારૂ જુદી જુદી માર્કાનો કુલ રૂપિયા 3 લાખ 1 હજારનો દારૂ મળી આવ્યો હતો.

પુછપરછમા અમદાવાદના બારેજાના બુટલેગરનુ નામ ખૂલ્યું
પોલીસે આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો તે દિશામાં પકડાયેલા આરોપી અલ્પેશ ભોઈને પૂછપરછ હાથ ધરતા આરોપીએ જણાવ્યું કે, દસક્રોઈ તાલુકાના બારેજા ગામના પંકજ ભોઈ નામના વ્યક્તિ પાસેથી આ દારૂનો જથ્થો વેચાણ અર્થે લીધો હોવાની કબૂલાત કરી છે. આમ પોલીસે કુલ બે બુટલેગરો સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...