'જય રણછોડ માખણ ચોર':ડાકોરમાં ફાગણી પૂનમના લોકમેળાનો આમલકી એકાદશીથી પ્રારંભ થયો, હજારોની સંખ્યામાં ભક્તોનો અવિરત પ્રવાહ ઉમટશે

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમનું વિશેષ મહત્વ છે. આમલકી એકાદશીથી દોલોત્સવ સુધી ફાગણ ઉત્સવની ઉત્સાહભેર ઉજવણી થનાર છે. ત્યારે મંદિર પ્રશાસન અને જિલ્લા વહીવટી તંત્રએ તમામ તૈયારીઓનો આખરી ઓપ આપી દીધો છે.

પદયાત્રીકો માટે ખાસ વ્યવસ્થા કરાઈ
આ દિવસો દરમિયાન હજારોની સંખ્યામાં પદયાત્રીકો ડાકોર ખાતે ઉમટી પડશે. ખાસ કરીને ફાગણી પૂનમના દિવસે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટશે અને ડાકોરના ઠાકોરના દ્વારે શીશ નમાવશે. કોઈ રિક્ષા લઈને કોઈ છકડા લઈને કોઈ પેન્ડલ રીક્ષા લઈને ઉટગાડીમાં તો ટ્રેક્ટરમાં તેમજ ચાલતા ઘણે દૂરથી શ્રધ્ધાળુઓ આવતા હોય છે. સાથે જય રણછોડ માખણ ચોરના ગગનભેદી નાદ સાથે ભાવ વિભોર બને છે. ધોળી ધજા સાથે ચાલીને આવતા પદયાત્રીકો માટે ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. શ્રધ્ધાળુઓનો ઉતારા, વિસામો સહિત પાણીની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

વિવિધ 5 જેટલા સ્થળે LED વોલ ગોઠવવામાં આવી
આ ઉપરાંત પૂનમના દિવસે મંગળા આરતીના દર્શન કરવા માટે ડાકોર નગરમાં વિવિધ 5 જેટલા સ્થળે LED વોલ ગોઠવવામાં આવી છે. ડાકોર ટેમ્પલ કમિટી તરફથી દર્શનાર્થીઓને દર્શનનો વધુ લાભ મળે તે માટેનું આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે. પૂનમના બીજે દીવસે એટલે કે (દોલોસ્તસ્વ) "ફુલડોર "ના દિવસે પણ હજારોની સંખ્યામાં લોકો ઉમટશે.

પદયાત્રીઓના જાણ અને સુગમતા માટે બેનરો લગાડવામાં આવ્યા છે. મહેમદાવાદથી ડાકોર રૂટ સુધી તેમજ ઉમરેઠથી વડોદરા, અને કપડવંજ, લાડવેલ ચોકડી, ગળતેશ્વર સુધી બેનરો લગાવવામા આવ્યા છે. બાળકો , મહિલાઓ તેમજ વૃધ્ધો ભીડભાડમા ભૂલા ન પડી જાય તે માટે લાઉડસ્પીકરનુ આયોજન કરાયું છે. આ ઉપરાંત ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા પ્રસાદી મળે તેવી સુવિધાઓ અત્યારથીજ ઊભી કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...